જામનગરમાં નિર્માણ પામી રહ્યું છે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય- ગુજરાત પહોચ્યા વિદેશના 65 વન્યજીવો

Jamnagar, Gujarat: ગુજરાતમાં આકાર લઈ રહેલા પ્રથમ પ્રાઈવેટ ઝૂમાં વિદેશથી પ્રાણીઓ લાવવામાં આવી રહ્યા છે. ત્યારે ગતરોજ મેક્સિકોથી સ્પેશિયલ કાર્ગો વિમાનમાં જુદી-જુદી પ્રજાતિના કુલ 65 જંગલી પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. આ તમામ પ્રાણીઓનું અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ ક્લિયરન્સ કર્યા બાદ વિમાન સીધું જામનગર પહોંચ્યું હતું. જ્યાં ફોરેસ્ટની ટીમે વિશેષ રીતે બહાર કાઢી સહી સલામત રીતે પહોંચાડાયા હતા.

અમદાવાદ એરપોર્ટ પર કરાયું તમામનું કસ્ટમ્સ ક્લિયરન્સ
મળતી માહિતી મુજબ, મેક્સિકોથી રાડા એરલાઇનના જમ્બો કાર્ગો વિમાનમાં 65 જંગલી પ્રાણીઓ લાવવામાં આવ્યા  હતા. જેનું વજન 11,615 કિ.ગ્રા હતું. વિમાનમાં પ્રાણીઓને કોઈ પણ તકલીફ ન પડે તે માટે 16 ડીગ્રી સેલીસ્ય્સ તાપમાન રાખવામાં આવ્યું હતું. અમદાવાદમાં ગઇકાલે રાત્રે એરપોર્ટ ખાતે આ વિમાન આવી પહોંચ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર આ તમામ પ્રાણીઓનું કસ્ટમ્સ ક્લિયરન્સ કરાવ્યા બાદ વિમાન જામનગર માટે રવાના કરી દીધું હતું.

આ પહેલા મે મહિનામાં પણ વિદેશથી પ્રાણીઓને વિમાન દ્વારા જામનગર ખાતે લાવવામાં આવ્યા હતા. જામનગરમાં નિર્મિત પ્રાણીસંગ્રહાલય માટે વિમાનની મારફતે દક્ષિણ આફ્રિકાના મોરાક્કોથી આ પ્રાણીઓને લાવવામાં આવ્યાં હતા. આ પ્રાણીસંગ્રહાયલ માટે 27 વાઘ, 10 રીંછ, 10 ચિત્તા, 10 શાહુડી, 10 દીપડા, 10 જંગલી બિલાડી, 04 ટેમાનાડોસ, 03 ઓકેલોટ અને 10 અમેરિકન મોટી બિલાડી લાવવામાં આવી હતી.

‘ઝુઓલોજીક્લ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન કિગદમના’ નામે જામનગરના લાલપુર તાલુકામાં 280 એકરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રાલય બનાવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટનું આખું હેન્ડલિંગ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનો છે. આ પ્રાણી સંગ્રહાલય લોકો માટે ખૂલ્લું રહેશે. આ સંગ્રહાલય વિશ્વનાં સર્વશ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલયમાં સ્થાન પામશે. મહત્વનું છે કે, કોરોના અને લોકડાઉનના કારણે આ પ્રોજેક્ટ બંધ કરવામાં આવ્યો હતો. પણ અત્યારે ઝડપથી તેણે આખરી ઓપ આપવાનું કામકાજ ચાલી રહ્યું છે. રાજ્ય સરકારનું કેહવું એવું છે કે, આ પ્રોજેક્ટ ભલે પ્રાઈવેટ હોય પરંતુ આના કારણે વિશ્વભરના મુસાફરીઓ માટે ગુજરાત ધ્યાન માં આવશે અને આના કારણે ગુજરાત ટુરીઝમ ને મોટો ફાયદો થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *