Six Person died in Bharuch drowned in sea: ભરૂચ (Bharuch) જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામમાંથી એક મોટી દુર્ઘટના બની હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનામાં ત્રણ બાળકો સહિત આઠ લોકો ડુબ્યા હોવાની ઘટના ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર (Muler, Bharuch) ગામ માંથી પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં છ લોકોના ડૂબી જવાથી મોત થયા છે, ત્યારે સ્થાનિકોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને તમામ 8 લોકોને હોસ્પિટલ ખસેડયા હતા. જ્યાં છ વ્યક્તિઓને મૃત જાહેર કરાયા હતા.
હૈયાફાટ રુદનોના શોર સાથે એકસાથે ૬ લોકોની અંતિમયાત્રા (Six Person died in Bharuch) નીકળતા સમગ્ર ગામમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. ગામ નજીકના સ્મશાનમાં તમામ 6 લોકોના મૃતદેહ પંચમહાભૂતમાં વિલીન થઇ ગયા છે. અહિયાં પ્રથમ વાર એક સાથે ૬ લોકોને અગ્નિદાહ અપાતા સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ છે. મૃતકોમાં ૨ વર્ષના બાળકથી ૩૨ વર્ષ સુધીના ૬ મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
મૃતકોમાંથી ધારાસભ્યના અરુણસિંહના સંબંધી
ભરૂચ જિલ્લામાં આવેલા વાગરા તાલુકાના ગંધાર ગામના દરિયા કાંઠે ફરવા માટે ગયેલો એક પરિવાર દરિયામાં ભરતી આવતા ડૂબી ગયું હતું. મળેલી માહિતી અનુસાર દરિયામાં ભરતીનું પાણી અચાનક આવતા એક વ્યક્તિને બચાવવા જતા 7થી વધુ લોકો ડૂબ્યા હતા. જયારે આ ઘટનાની જાણ MLA અરૂણસિંહ રાણાને થઇ ત્યારે તેઓ તરતજ હોસ્પિટલ લોકોની ભાળ લેવા માટે આવી પહોચ્યા હતા.
આ સમગ્ર ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના વાગરા તાલુકાના મુલેર ગામે બાળકો સહિત સાત લોકો ડૂબી ગયા હોવાની ઘટના સામે આવી છે, વાગરા તાલુકા માં આવેલા ગંધાર ગામ ના દરિયા કાંઠે ફરવા માટે ગયેલા પરિવાર દરિયામાં ભરતી આવતા પરિવાર ડૂબી ગયું હતું. ભરતીનું પાણી અચાનક આવતા એક વ્યક્તિ ડૂબી ગયું હતું અને તેને બચાવાનો પ્રયાસ કરતા અનુય સાત લોકો પણ ડૂબી ગયા હતા.
મેળલી માહિતી અનુસાર હાલ બાળકો સહિત તમામ લોકોને ભરૂચ બરોડા હાર્ટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. બાળકો ડૂબી ગયા હોવાના કારણે હોસ્પિટલ ખાતે લાવતા મોતને ભેટ્યા હતા. હોસ્પિટલ પર ફરજ પરના તબીબોએ તપાસ કરતા બાળકોને મૃત જાહેર કર્યા હતા અને ચાર લોકોના ડૂબી જવાથી મોત થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.