સુરતમાં સ્પાની આડમાં ધમધમી રહ્યું હતું કુટણખાનું, દેહ વ્યાપાર કરતી થાઈલેન્ડની 7 મહિલાઓને ડિપોર્ટ કરાઈ

Surat Spa News: અલથાણ વિસ્તારમાં આવેલી અમ્બેજ હોટલમાં સ્પામાં(Surat Spa News) મસાજની આડમાં ધમધમતા દેહવેપારના કૂટણખાના પર દરોડો પાડયો હતો.આ દરમિયાન સ્પા મસાજની આડમાં દેહવ્યાપાર કરતી થાઈલેન્ડ દેશની 7 મહિલાને સ્પેશ્યલ બ્રાંચ મારફતે ડીપોર્ટ એટલે કે વતન પરત મોકલવાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હતી.

સ્પા મસાજની આડમાં દેહ વ્યાપારનો ધંધો
સુરત શહેરમાં અલથાણ વિસ્તારમાં આવેલ ઈન્ફિનીટી બિઝ હબના ત્રીજા માળે અમ્બેજ હોટલમાં બે મહિના પહેલાં બાતમીને આધારે સ્પા અને મસાજ પાર્લેરની આડમાં ચાલતા દેહ વ્યાપારના ધંધા પર પોલીસ દ્વારા દરોડા પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અહીં મસાજ પાર્લેરની આડમાં દેહ વ્યાપરનો ધંધો ચાલતો હતો. જ્યાં સ્પાના તમામ વહીવટકર્તા માલિક તથા તેના અન્ય સાગરીતો જેમાં વિવેકસિંગ કે જે મહિલાઓ પૂરી પાડે છે અને કુંદન તથા બંટી મારવાડી બહારથી ગ્રાહકો લાવતો હતા. આ તમામ લોકો ભેગા મળી સ્પા મસાજની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચલાવતા હતા.

દરોડા દરમિયાન પોલીસે ત્યાંથી કુલ 8 આરોપીની ધરપકડ કરી 5 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા, જે સ્પા મસાજની આડમાં દેહવ્યાપાર કરતી થાઈલેન્ડ દેશની 7 મહિલાને સ્પેશ્યલ બ્રાંચ મારફતે ડીપોર્ટ એટલે કે વતન પરત મોકલવાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હતી.

7 મહિલાઓને બ્લેક લીસ્ટ કરી
દરમ્યાન અલથાણ પોલીસે અહી ગત 18મી ફ્રેબુઆરીના 2024ના રોજ દરોડો પાડીને કુલ 8 આરોપીની ધરપકડ કરી હતી અને 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા, જે સ્પા મસાજની આડમાં દેહ વ્યાપાર કરતી થાઈલેન્ડ દેશની કુલ 7 મહિલાઓને સ્પેશ્યલ બ્રાંચ મારફતે ડીપોર્ટ કરવાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હતી 7 મહિલાઓને બ્લેક લીસ્ટ કરી અલથાણ પોલીસ દ્વારા અમદાવાદ એરપોર્ટથી થાઈલેન્ડ ખાતે ડીપોર્ટ કરવામાં આવી હતી.

અગાઉ પણ 7 મહિલાઓને દેહ વ્યાપારના ધંધામાંથી મુક્ત કરાવી હતી
બે મહિના પહેલા રેડ દરમિયાન દેહ વ્યાપારના ધંધામાંથી મુક્ત કરાવેલી સાત જેટલી વિદેશી મહિલાઓને તેના મૂળ વતન પહોંચાડવા માટે પોલીસે પ્રયાસ હાથ રહ્યો હતો. ત્યારે આજે સુરત પોલીસની સ્પેશિયલ બ્રાંચ મારફતે તમામ વિદેશી યુવતીઓને ડીપોર્ટ એટલે કે તેમના મૂળ વતન પરત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ 7 મહિલાઓને બ્લેક લિસ્ટ કરી અલથાણ પોલીસ દ્વારા સુરતથી અમદાવાદ એરપોર્ટ લઈ જવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદ એરપોર્ટથી તમામને થાઈલેન્ડ ખાતે ડીપોર્ટ કરવામાં આવી હતી.