કાજલ હિન્દુસ્તાની સામે પાટીદાર દીકરીઓનો આક્રમક વિરોધ, મોરબીમાં ‘કાજલ હાય હાય’ ના નારા સાથે કાઢવામાં આવી રેલી…

Kajal Hindustani: કાજલ હિન્દુસ્તાની દ્વારા સુરતની સભામાં પાટીદાર સમાજની દીકરીઓ વિશે કરેલ ટીપ્પણીથી પાટીદાર સમાજમાં(Kajal Hindustani) રોષ ભભૂક્યો છે. પાટીદાર સમાજના યુવાનો દ્વારા અગાઉ પોલીસ મથકમાં અરજી કરી ફરિયાદ નોંધવા માગ કરવામાં આવી હતી. તો હવે પાટીદાર સમાજ દ્વારા રેલીનું આયોજન કરાયું છે.

મોરબીમાં આજે મહારેલી યોજાઈ
સુરત ખાતે આયોજિત એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીએ મોરબીના પાટીદાર સમાજની દીકરીઓ અને ઉદ્યોગપતિઓ વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી મામલે આજે મોરબીના પાટીદાર સમાજ દ્વારા મહારેલી યોજી કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ગુન્હો નોંધવાની માંગ કરવામાં આવી હતી.ત્યારે આ મહારેલીમાં હજારો પાટીદારો જોડાયા હતા અને જય સરદારના ઘોષ સાથે કાજલ હાય હાયના નારા લગાવી રોષનો જ્વાળામુખી ઠાલવ્યો હતો.

સ્વયંભૂ રીતે હજારો લોકો જોડાયા
આજે સવારે મોરબીના નવા બસસ્ટેન્ડ સામેથી પાટીદાર સમાજ દ્વારા મહારેલી યોજવામાં આવી હતી જેમાં સ્વયંભૂ રીતે હજારો લોકો જોડાયા હતા અને મહારેલીમાં વાહનો સાથે તેમજ પગપાળા ચાલી પાટીદાર સમાજે કાજલ હાય હાયના નાર સાથે પાટીદાર એકતા ઝીંદબાદના ગગનભેદી સુત્રોચાર કરી જિલ્લા કલેકટર કચેરી સુધી એકતાના દર્શન કરાવી પાટીદાર સમાજને બદનામ કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ગુન્હો દાખલ કરવા માંગ કરી હતી.

રેલી યોજી આવેદનપત્ર અપાયું
કાજલ હિન્દુસ્તાનીએ કરેલી અભદ્ર અશોભનીય કરેલા બફાટની વિરુદ્ધમાં સમગ્ર મોરબી જિલ્લાનો તમામ પાટીદાર સમાજ રોષે ભરાયો છે આજે 30 માર્ચના રોજ સવારે 10 વાગ્યે મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર અને કાજલબેન હિન્દુસ્તાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવા એક રેલીનું આયોજન કર્યું છે. આ રેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી શરૂ કરી કલેક્ટર કચેરી પહોંચીને કલેકટરને આવેદન આપવામાં આવશે.

શું બોલી હતી કાજલ હિન્દુસ્તાની
વીડિયોમાં કાજલ હિન્દુસ્તાની બોલે છે કે, મોરબીમાં એક જ કોલેજની 7 પટેલની દીકરીઓએ બધા બોયફ્રેન્ડ વિધર્મી બનાવ્યા છે અને અંદરોઅંદર બોયફ્રેન્ડ બદલે છે. સાતેયે મળીને પેલા છોકરાને 40 લાખની કાર ગિફ્ટ આપી દીધી. પિતા બહુ પૈસા કમાવવામાં વ્યસ્ત છે. માતા રીલ બનાવવા પોતાની મસ્તીમાં મસ્ત છે. ઘરમાં લાખો રૂપિયા પડયા છે, તિજોરીમાંથી 2-5 લાખ રૂપિયા લઈ લે તો કોને ખબર પડવાની છે. આ છોકરીઓની ઉંમર 16-17 વર્ષની છે. હવે વિચારી લ્યો આપણો સમાજ કઇ જગ્યાએ જઇ રહ્યો છે.