ઉજ્જૈન શહેરનાં તીન થાણા વિસ્તારમાં બુધવારનાં રોજ સવારથી સાંજ સુધી માત્ર 10 કલાકમાં કુલ 7 શ્રમિકોના મોત નિપજ્યા છે. આ શ્રમિકોને શરાબની આદત હતી. કહારવાડી ક્ષેત્રથી સસ્તા પોટલીનો દારૂ ખરીદીને પીધો હતો. એવી આશંકા રહેલી છે કે, વધુ પડતા દારૂના સેવનને કારણે આ શ્રમિકોનાં મોત નિપજ્યા છે. જો કે, પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા પછી જ આ અંગે ખરી જાણકારી મળશે.
સવારે 7 વાગ્યે છત્રી ચોક સરાયના ફુટપાથ પર કુલ 2 શ્રમિકોનાં મૃતદેહ મળી આવ્યાં હતા. શરૂઆતમાં સાથીઓને લાગ્યુ કે, તેઓ સુઈ રહ્યા છે. જ્યારે બન્નેને જગાડવામાં આવ્યા ત્યારે તેઓ બેભાન હતા. ત્યારબાદ એમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં મજૂરોએ પોલીસને જણાવ્યું દારૂ પીધો હતો :
SI નિરંજન શર્માએ જણાવતાં કહ્યું હતું કે, નાગદા નિવાસી વિજય ઉર્ફે કૃષ્ણા તથા પિપલૌદા બાગલા નિવાસી શંકરલાલનું એમ કુલ 2 લોકોનાં મોત નિપજ્યા છે. શંકરલાલ સલૂનમાં કામ કરતા હતા. સાથી મજૂરોએ જણાવતાં કહ્યું કે, બંને દરરોજ દારૂ પીતા હતાં.
બેભાન હાલતમાં બીજા 2 મજૂર દાની ગેટ નિવાસી બબલૂ તથા છત્રી ચોક સરાય નિવાસી બદ્રીલાલની સારવાર દરમિયાન પોલીસને જણાવતાં કહ્યું હતું કે, તેઓએ ઝિંઝર પીધું હતું. ત્યારબાદ એમના પેટમાં ખુબ દુઃખાવો થવા લાગ્યો હતો. સાંજે બબલૂ તથા બદ્રીલાલના પણ મોત થયા હતાં.
સાંજે 7 વાગ્યે માધ્વ ગૌશાળાની નજીક દિનેશ જોશીનો મૃતદેહ મળી આવ્યો. મજૂરી ન મળવાને લીધે ભીખ માંગીને ગુજરાન ચલાવી લેતો હતો. ASI ચંદ્રભાનસિંહે જણાવતાં કહ્યું હતું કે, મોતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી પણ દિનેશ દારૂનો વ્યસની હતો.
સાંજે મહાકાલ પોલીસ સ્ટેશનના બેગમબાગ નિવાસી પીર શાહનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. પીર છત્રી ચોક પર લારી લગાવતો હતો. એના પરિવારજનોએ સવારે હોસ્પિટલમાં જ દાખલ કરાવ્યો હતો. એને પણ નશાની આદત હતી. આ રીતે છત્રી ચોકના પાર્કિગથી 85 વર્ષના વૃ્દ્ધનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. માનવામાં આવે છે કે, આ વૃદ્ધનું મોત પણ ઝિંઝર પીવાને લીધે થયું છે. એમની ઓળખ હજુ સુધી થઈ નથી.
મજૂરોએ કહારવાડીથી ઝિંઝર ખરીદ્યું :
ગોપાલ મંદિર ક્ષેત્રમાં નશામાં ધુત એક મજૂરે જણાવતાં કહ્યું હતું કે, સરાયના મોટાભાગનાં મજૂરો ઝિંઝર પીવે છે. આ લોકો કહારવાડીથી ઝિંઝર લઈને આવે છે, કહારવાડીમાં શંકર તથા બેબી નામની મહિલા પોટલીનું વેચાણ કરે છે. ફક્ત 20,30 તથા 50 રૂપિાયમાં પોટલી મળે છે.
ડોક્ટરે કહ્યું- આ રીતે અચાનક કોઈનું મોત થતુ નથી :
સિવિલ હોસ્પિટલના ડો.જીતેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે, એમણે કુલ 4 શ્રમિકોનું પોસ્ટ મોર્ટમ કર્યું છે. આ રીતે અચાનક જ કોઈનું મોત થતું નથી. આ શ્રમિકો ખુબ લાંબા સમયથી દારૂ પીતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle