ઘણીવાર યુવાનો મોબાઈલમાં અશ્લીલ ફિલ્મો જોતા માતા-પિતાની સામે રંગેહાથ પકડાઈ જતાં હોય એવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં આવી જ એક ઘટના રાજ્યમાં આવેલ અમદાવાદ શહેરમાંથી સામે આવી રહી છે. સામાન્ય રીતે ઘરમાં નાનાં બાળકો હોય ત્યારે માતા-પિતા તેમને બધી જ સુવિધાઓ આપવા માટે તૈયાર થઈ જાય છે.
હાલના વ્યસ્ત સમય ગાળામાં માતા-પિતા પોતાના બાળકોને મોબાઈલ આપીને જવાબદારીમાં છૂટીને પોતાનાં કામમાં વ્યસ્ત થઈ જતાં હોય છે પણ એનું ખૂબ ગંભીર પરિણામ આવે છે એવું માનવામાં આવતું હતું પરંતુ હવે એવું કંઈક બન્યું છે કે, જે આવા માતા-પિતા માટે જાગ્રત થવું ખુબ જરૂરી બન્યું છે.
શહેરની એક 7 વર્ષીય બાળકી તેની માતાનાં સ્માર્ટફોનમાં વિડિયો જોઈ રહી હતી. આ વિડિયો અશ્લીલ વેબસાઈટનો હતો. એક દિવસ બાળકીએ માતાને વેબસાઈટનો વિડિયો બતાવીને ચોંકાવનાર પ્રશ્ન પૂછતા જ માતા-પિતા બંને ગભરાઈ ગયાં હતાં. આ પરિવારે સાઇબર એક્સપર્ટની મદદ લઈને હાલમાં બાળકીની સારવાર ચાલી રહી છે.
બાળકી અભ્યાસ કર્યાં પછી માતાનો મોબાઈલ લઈને યુટ્યૂબમાં વિડિયો જોઈ રહી હતી :
લોકડાઉન પછી અનલોકની શરૂઆત થઈ ત્યારે બાળકોને મોબાઈલમાં અભ્યાસની શરૂઆત થઈ હતી. શહેરના અપર મિડલ ક્લાસમાં 7 વર્ષીય બાળકી ઓનલાઇન અભ્યાસ કરી રહી હતી. અભ્યાસ કર્યાં પછી માતાનો ફોન લઈને તે યુટ્યૂબ વિડિયો જોઈ રહી હતી પરંતુ એમાંથી કોઈ લિંક પર તેણે ક્લિક કરીને અશ્લીલ વિડિયો શરૂ થઇ ગયો હતો.
આ સમયે માતા પણ કોઈ જગ્યાએ વ્યસ્ત હોવાંથી બાળકી મોબાઈલમાં શું કરે છે એનું ધ્યાન રહ્યું નહિ. દરરોજ બાળકી આ મુજબ સાઇટ પર વિડિયો જોવા લાગી હતી. એક દિવસ બાળકીએ માતાને અશ્લીલ વિડિયો દેખાડીને ના પૂછવા જેવો ચોંકાવનાર પ્રશ્ન કરતાં માતા ચોંકી ગઈ હતી. તેમણે તાત્કાલિક પતિને આ વાત જણાવી હતી. તેમને કેટલાક પરિચિત પાસે મદદ માંગી તો જાણવા મળ્યું હતું કે, આ બાળકી ખુબ લાંબા સમયથી આવાં પ્રકારના વિડિયો જોઈ રહી છે.
બાળકોને પોર્ન અથવા તો એડલ્ટ કન્ટેન્ટથી કેવી રીતે બચાવી શકાય?
માતા-પિતાનો મોબાઈલ વયસ્કોનો હોય છે. જો તમારા સંતાનને અલગ મોબાઈલ અપાવી શકતા હોય તો તેમાં ચાઈલ્ડ યુ-ટ્યુબનો એકાઉન્ટ ખોલીને જ મોબાઈલ આપવો જોઈએ. જેને કારણે પોર્ન અથવા તો એડલ્ટ કન્ટેન્ટથી બાળકને બચાવી શકાય.
જો સમયસર નહિ જાગો તો આવી ઘટના તમારા પરિવારમાં બનતાં વાર નહિ લાગે :
લોકડાઉનમાં પરિવારના તમામ લોકો સ્માર્ટફોન પર વધારે આધારિત બન્યા હતા. એમાં પણ જ્યારથી ઓનલાઈન એજ્યુકેશન શરૂઆત થઈ ત્યારથી બાળકો સૌથી વધારે સમય મોબાઈલમાં આપવા લાગ્યાં છે પરંતુ એની સાથે માતા-પિતા પોતાનું બાળક મોબાઈલમાં શું કરી રહ્યાં છે એ જોવાનું ભૂલી ગયાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.