સુરત(Surat): શહેરમાં સોમવારના રોજ ગોડાદરા(Godadra) રોડ ટ્રકે મોપેડ(Truck moped accident)ને અડફેટે લેતા ઇજા પામેલા કાકા-ભીત્રીજા પૈકી ૭ વર્ષીય ભત્રીજાનું ધટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતુ. ટ્રકના વ્હીલમાં આવી ગયેલા માસૂમ બાળકને ટ્રક ચાલક 50 ફૂટ સુધી ઢસડી જવાને કારણે બાળકના માસના લોચા રસ્તા ઉપર વેર- વિખેર થઇ ગયા હતા.
સુરતમાં કાળ બનીને આવ્યો ટ્રક- કાકા-ભત્રીજાને અડફેટે લેતા 7 વર્ષીય માસૂમનું ઘટનાસ્થળે જ નીપજ્યું કરુણ મોત#trishulnews #topnewstoday #viralnews #like #media #trending #newspaper #update #dailynews #newsupdate #suratnews #newsupdate #news #viralnews #ACCIDENT pic.twitter.com/ttKmTkMlGm
— Trishul News (@TrishulNews) December 14, 2021
પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ ડીંડોલીના રામીપાર્ક પાસે રિઝન્ટ પ્લાઝામાં રહેતા પરમિંદ તિવારી તેનો ૭ વર્ષીય ભત્રીજો હર્ષિત આશિષકુમાર તિવારી સાથે આજે બપોરે ઘરેથી મોપેડ પર રેલવે સ્ટેશન જવા નીકળ્યા હતા. તે સમયે ગોડાદરાના મહારાણા ચોકડી નજીક ટ્રકેચાલે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જોકે ટ્રક ચાકલે બાળકને દુર સુધી ધસડી ગયો હતો.
જેમાં બાળકને ગંભીર ઇજા થતા ધટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીંપજયુ હતુ. નોધનીય છે કે, હર્ષિતના પિતા ચંદીગઢમાં ફુટવેરની કંપનીમાં નોકરી કરે છે. જોકે ગત તા.6 થી તે પિતા સહિત પરિવાર સભ્યો સુરત ખાતે આવ્યા હતા. આજે બપોરે હર્ષિત અને પરિવારજનો રીક્ષામાં રેલવે સ્ટેશન જતા હતા. પણ રીક્ષામાં જગ્યા ન હોવાથી હર્ષિત કાકા સાથે મોપેડ પર જવા નીકળ્યા હતા. તે વખતે અકસ્માત થતા બાળકનું મોત થયા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. આ અંગે ગોડાદરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ઘરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.