પાણી ઉપર તરી રહ્યો છે 700 કિલોનો પથ્થર, મુંબઈ-દિલ્હીથી લઈને લંડન સુધી છે ડીમાંડ

સામાન્ય રીતે પાણીમાં કોઈ પણ પથ્થર ડૂબી જાય છે. પરંતુ રાજસ્થાનના (Rajasthan) જયપુરમાં (Jaipura) આનાથી વિપરીત ઘટના જોવા મળી છે. 700 કિલોના પથ્થરથી બનેલા ફૂટબોલને…

સામાન્ય રીતે પાણીમાં કોઈ પણ પથ્થર ડૂબી જાય છે. પરંતુ રાજસ્થાનના (Rajasthan) જયપુરમાં (Jaipura) આનાથી વિપરીત ઘટના જોવા મળી છે. 700 કિલોના પથ્થરથી બનેલા ફૂટબોલને (Stone Football) પાણી પર તરતો જોઈને લોકોન આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આ દડામાં વજન નથી અને તે પાણી પર તરી રહ્યો છે. આ દૃશ્ય રાજસ્થાના જેઈસીસી ખાતે યોજાયેલ ઈન્ડિયા સ્ટોન માર્ટ 2022નું (India Stone Mart 2022) છે. જે 10મી નવેમ્બરથી 13મી નવેમ્બર દરમિયાન યોજાયેલ છે. અમિત અગ્રવાલ જે જયપુરની વિશ્વકર્મા ક્રાફ્ટ કંપનીના (Vishwakarma Craft Company) ઓફીસર છે. તે ખાસ ફરતો ફુવારો લઈને આવ્યા છે.

અમિતે કહ્યું- તેમની કંપની વિશ્વકર્મા ક્રાફ્ટ સ્ટોન, માર્બલ, ગ્રેનાઈટની આર્ટ ઈફેક્ટ્સમાં ડીલ કરે છે. તેમના દાદા ભગીરથ શર્મા અને પિતા સંજયને આ અનોખા ફુવારાનો વિચાર આવ્યો. તે પથ્થરમાંથી કંઈક અનોખું બનાવતા માંગતા હતા જે પહેલા કોઈએ ક્યારેય ન જોયું હોય. તેમણે સંશોધન કર્યા પછી પાણી ઉપર તરતા અને ફરતા બોલની શોધ કરી.

અમિતે કહ્યું- વર્લ્ડ ટ્રેડ પાર્ક પર એક ફુવારો અને સીતાપુરા ગ્લોબલ સર્કલ પર એક ફુવારો એમ બે જગ્યાએ જયપુરમાં ફુવારા લગાવવામાં આવ્યા છે. જેમાં વર્લ્ડ ટ્રેડ પાર્કમાં લગાવેલ ફુવારાની કિંમત 9.5 લાખ છે અને સીતાપુરા ગ્લોબલ સર્કલ પર સ્થિત ફુવારાની કિંમત 26 લાખ રૂપિયા છે. તેમને આ ફુવારાઓને બનાવવામાં 2 થી 2.5 મહિના જેટલો સમયગાળો થયો છે.

આ પથ્થર ફૂટબોલ અંદરથી હોલો હોય છે. જેના લીધે તેને બનાવવા માટે મહેનત કરવી પડે છે. દરેક ટુકડાને કાપીને તેમાં જોડવામાં આવે છે. ટુકડા કાપવામાં સહેજ પણ ભૂલ થાય તો બધું ફરીવાર કરવું પડે છે. બધા ટુકડાને જોડીને તેના પર ગ્રાઇન્ડીંગ અને પોલિશ કરીને તૈયાર કરવામાં આવે છે. રાજસ્થાનમાં જ નહીં પરંતુ દિલ્હી, મુંબઈ અને લંડનમાં પણ વિશ્વકર્મા શિલ્પ ઓફિસે ફુવારા લગાવ્યા છે.

પાણીના ઘર્ષણ પર આ ફુવારો ચાલે છે. બોલ અને ફુવારાની વચ્ચે પાણીના હળવા દબાણથી જગ્યા બનાવવામાં આવે છે. તેના કારણે બોલ ફરવા લાગે છે. વિશ્વકર્મા ક્રાફ્ટ ઓફિસ ફાઉન્ટેન તથા અનેક પ્રકારની સ્ટોન આર્ટ બનાવે છે. વિશ્વકર્મા ક્રાફ્ટ ઓફિસને વિશ્વભરમાં 3D ફાઉન્ટેનથી ઓળખ મળી છે.

અમિત અગ્રવાલનો પરિવાર છેલ્લા 50 વર્ષથી આ ફાઉન્ટેનનો બિઝનેસ કરે છે. તેમણે શરૂઆત પથ્થર કાપવાની મશીનરીથી કરી હતી. તેમના દાદા અને પિતાને લાગ્યું કે તેઓ મશીનરી બનાવી શકશે, પછી તેમણે વાસણો અને સુશોભનની વસ્તુઓ બંનાવાની શરૂઆત કરી.

ત્યારબાદ તેમણે કંઈક નવું અને અલગ કરવાના સાથે ફુવારો બનાવવાનો વિચાર આવ્યો. તેમણે લાંબા સમય સુધી પ્રયોગ કર્યા. 2 વર્ષના પેરમેન્ટ પછી 3D ફાઉન્ટેન તૈયાર કરવામાં આવ્યો. તેમણે પ્રથમ ફુવારો બોલનો બનાવ્યો હતો. તે પછી તેમણે અલગ-અલગ ડિઝાઇનમાં ફુવારાઓ બનાવ્યા, અને હાલ વિશ્વભરમાં તેમના બનાવેલા ફુવારાની ડીમાંડ ખુબ વધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *