કોંગ્રેસના વધુ 33 ઉમેદવારની યાદી જાહેર, જીગ્નેશ મેવાણી સહીત કેટલાય દિગ્ગજ નેતાને મળી ટિકિટ- જુઓ લીસ્ટ

ગુજરાત(Gujarat): કોંગ્રેસ(Congress) દ્વારા રવિવારના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Election 2022) માટે ઉમેદવારોની બે યાદી જાહેર કરી દેવામાં આવી છે. મોડી રાતે આવેલી છઠ્ઠી યાદીમાં કોંગ્રેસ…

ગુજરાત(Gujarat): કોંગ્રેસ(Congress) દ્વારા રવિવારના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Election 2022) માટે ઉમેદવારોની બે યાદી જાહેર કરી દેવામાં આવી છે. મોડી રાતે આવેલી છઠ્ઠી યાદીમાં કોંગ્રેસ દ્વારા 33 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા છઠ્ઠી યાદીમાં મહત્વની બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાધનપુર બેઠક પરથી રઘુભાઈ દેસાઈ, વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોર, થરાદમાં ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપવામાં આવી છે. આ સાથે ગઈકાલે ગુજરાત કોંગ્રેસ(Gujarat Congress) દ્વારા કુલ 39 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે.

આ ઉમેદવારોમાં વાવમાંથી ગેનીબેન ઠાકોર, થરાદમાંથી ગુલાબસિંહ રાજપૂત, ધાનેરામાંથી નાથાભાઈ પટેલ, દાંતામાંથી કાંતિભાઈ ખરાડી, વડગામમાંથી જિગ્નેશ મેવાણી, રાધનપુરમાંથી રઘુભાઈ દેસાઈ, ચાણસ્મામાંથી દિનેશભાઈ ઠાકોર, પાટણમાંથી ડો.કિરિટકુમાર પટેલ, સિદ્ધપુરમાંથી ચંદનજી ઠાકોર, વિજાપુરમાંથી ડો.સીજે ચાવડા, ખેડબ્રહ્મામાંથી તુષાર ચૌધરી, મોડાસામાંથી રાજેન્દ્રસિંહ ઠાકોર, માણસામાંથી ઠાકોર બાબુભાઈ, કલોલમાંથી બળદેવજી ઠાકોર, વેજલપુરમાંથી રાજેન્દ્ર પટેલ, વટવામાંથી બળવંતભાઈ ગઢવી, નિકોલમાંથી રણજીત બરાડ, ઠક્કરબાપા, નગરમાંથી વિજયકુમાર બ્રહ્મભટ્ટને ટીકીટ આપવામાં આવી છે.

સાથે જ બાપુનગરમાંથી હિંમતસિંહ પટેલ, દરિયાપુરમાંથી ગ્યાસુદ્દીન શેખ, જમાલપુર ખાડિયામાંથી ઈમરાન ખેડાવાલા, દાણીલીમડામાંથી શૈલેષ પરમાર, સાબરમતીમાંથી દિનેશ મહીડા, બોરસદમાંથી રાજેન્દ્રસિંહ પરમાર, આંકલાવમાંથી અમિત ચાવડા, આણંદમાંથી કાંતિભાઈ પરમાર, સોજિત્રામાંથી પૂનમભાઈ પરમાર, મહુધામાંથી ઈન્દ્રજીતસિંહ પરમાર, ગરબાડામાંથી ચંદ્રિકાબેન બારૈયા, વાઘોડિયામાંથી સત્યજીતસિંહ ગાયકવાડ, છોટાઉદેપુરમાંથી સંગ્રામસિંહ રાઠવા, જેતપુરમાંથી સુખરામ રાઠવા અને ડભોઈમાંથી બાલકૃષ્ણ પટેલને ટીકીટ આપવામાં આવી છે.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *