પાસપોર્ટ માટે ઓફિસ સુધી નહીં ખાવો પડે ધક્કો, ઘરઆંગણે જ આવશે વાન- જાણો વિગતે

Ahemdabad Passport News: અગાઉ લાઈટ બિલ ભરવા માટે જેમ હરતી ફરતી કલેક્શન વેન જોવા મળતી હતી તે રીતે અમદાવાદમાં પ્રથમ વખત જ હરતી ફરતી પાસપોર્ટ(Ahemdabad…

Ahemdabad Passport News: અગાઉ લાઈટ બિલ ભરવા માટે જેમ હરતી ફરતી કલેક્શન વેન જોવા મળતી હતી તે રીતે અમદાવાદમાં પ્રથમ વખત જ હરતી ફરતી પાસપોર્ટ(Ahemdabad Passport News) સેવા માટેની સર્વિસ એક્સેલન્સ વેન શરૂ થશે. આને લીધે લોકોએ પાસપોર્ટ સેવા કેન્દ્ર સુધી લાંબા થવું પડશે નહીં અને સમયની પણ બચત થશે. સિનિયર સિટીઝન માટે આ વેન સૌથી વધુ ઉપયોગી પુરવાર થશે.

હાઈશ…! પાસપોર્ટ માટે હવે ક્યાંય ધક્કા નહિ ખાવા પડે
અમદાવાદ શહેરમાં હરતી ફરતી વાન શરૂ કરાશે. વિદેશ મંત્રાલય તરફથી પાસપોર્ટ ઓફિસમાં સેવા શરૂ થશે. જેમાં એક હરતી ફરતી વાન પાસપોર્ટની જેમ સુવિધા આપશે. વેનમાં પાસપોર્ટ ઓફિસની જેમ જ દસ્તાવેજ સ્કેન કરી ફિંગર પ્રિન્ટ અને ફોટો લેવાશે. જો કે કેટલી અપોઈન્ટમેન્ટ લેવી, કેટલી વાન અમદાવાદને મળશે તેને લઈને આગામી સમયમાં પોલિસી બનશે. સિનિયર સિટીઝન માટે આ વેન સૌથી વધુ ઉપયોગી પુરવાર થશે. પાસપોર્ટ વેનમાં પાસપોર્ટ કચેરીનો એક અનુભવી કર્મચારી તેમજ એક ટીસીએસ હાજર રહેશે. ફાઈલ પાસપોર્ટ ઓફિસના ગ્રાન્ટિંગ ઓફિસર મંજૂર કરશે.

ગુજરાતની આ સૌ પ્રથમ સેવા
ગુજરાતમાં આ સેવા સૌ પ્રથમ હશે. લોકો આ સુવિધાથી માહિતીગાર થાય તે માટે લગભગ એક મહિનો વેન રિજનલ પાસપોર્ટ કચેરી ખાતે ઊભી રાખવામાં આવશે. અમદાવાદ ઉપરાંત આસપાસના જે ગ્રામ્ય વિસ્તારોમાંથી પાસપોર્ટની વધુ અરજીઓ આવતી હોય ત્યાં વેન ફરતી રહેશે. ઓનલાઈન એપ્લિકેશનમાં વેઈટિંગ વધી જાય ત્યારે આ વેન ઉપયોગી થશે. સફળતાને આધારે રાજ્યમાં અન્ય સ્થળે આ સુવિધા શરૂ કરાશે.

ઓફિસમાં પડતો લોડ ઓછો થશે
અમદાવાદમાં પ્રથમ વખત જ હરતી ફરતી પાસપોર્ટ સેવા માટેની સર્વિસ એક્સેલન્સ વેન શરૂ થતાં પાસપોર્ટ ઓફિસમાં પડતો લોડ ઓછો થશે. શહેરમાં હરતી ફરતી વેન શરૂ થવાથી લોકોએ પાસપોર્ટ સેવા કેન્દ્ર સુધી લાંબા થવું પડશે નહીં અને સમયની પણ બચત થશે. વિદેશ મંત્રાલયે તૈયાર કરેલા પાઈલટ પ્રોજેક્ટ હેઠળ દેશમાં ચંદીગઢ અને પૂણે બાદ અમદાવાદમાં આ હરતીફરતી પાસપોર્ટ વેન સેવા શરૂ કરાશે. આઈટી કંપની ટીસીએસે બનાવેલી આ પાસપોર્ટ વેનને કેવી રીતે ચલાવવી તે અંગે ટૂંક સમયમાં એસઓપી ઘડાયા પછી અમદાવાદ રિજનલ પાસપોર્ટ તેને ખુલ્લી મુકશે. એક મહિનો વેન રિજનલ પાસપોર્ટ કચેરી ખાતે ઊભી રાખવામાં આવશે.

પાસપોર્ટ કેન્દ્રો નથી તેવા વિસ્તારો માટે ઉપયોગી પુરવાર થશે
મીઠાખળી, વિજય ચાર રસ્તા એમ બે પાસપોર્ટ સેવા કેન્દ્ર કાર્યરત છે પરંતુ અમદાવાદની આસપાસનાં ગામડાંમાં એવા ઘણા વિસ્તારો છે જ્યાં પોસ્ટ પાસપોર્ટ સેવા કેન્દ્રની સુવિધા મળવી મુશ્કેલ છે તેવી જગ્યા પર આ વેન કાર્યરત રહેશે.

ઓનલાઈન અરજી કરતી વખતે વેનનો વિકલ્પ આપી દેવાશે
પાસપોર્ટની ઓનલાઇન એપોઇમેન્ટ બુક કરતી વખતે પાસપોર્ટ સેવા કેન્દ્રની સાથે પાસપોર્ટ વેનનો પણ વિકલ્પ અપાશે. વાન કયા વિસ્તારમાં કેટલા વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે તે વિસ્તારમાં એપોઈમેન્ટ બુક કરતાં અરજદારોએ વેનનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.