MLA કુમાર કાનાણીએ લખ્યો વધુ એક સળગતો પત્ર, લગ્ન નોંધણીમાં આ ફેરફાર કરવા કહ્યું? જાણો એક ક્લિક પર

MLA Kumar Kanani: ગુજરાતમાં લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારો કરવા ઇડરના ધારાસભ્ય( MLA Kumar Kanani ) રમણલાલ વોરાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ઇડર ધારાસભ્ય રમણલાલ વોરાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત બે મંત્રીઓને આ પત્ર લખ્યો છે. રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને બાનુબેન બાબરીયાને પત્ર લખવામાં આવ્યો છે. લગ્ન કરનાર દીકરી અને એના પરિવારજનો સાથે થતી છેતરપિંડી અટકાવવા માટે પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં લગ્ન નોંધાણીમાં વાલીની સહી ફરજિયાત કરવા માટેની માગણી કરવામાં આવી છે. ત્યારે ફરી કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં આ વખતે તેમણે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા દ્વારા જે માગ કરવામાં આવી છે. તેનું સમર્થન કર્યું છે. જેમાં તેમણે લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવા બાબત માગ કરવામાં આવી છે.

લગ્ન નોંધણીમાં દીકરીઓને ભોળવીને સહિ કરાવી લેવામાં આવતી હોય
રમણલાલ વોરા દ્વારા માગ કરવામાં આવી છે કે, લગ્ન નોંધણીમાં પિતાની સહિ ફરજિયાત કરવામાં આવે. જેથી આ મુદ્દે ફરી ચર્ચા શરૂ થઈ છે. ત્યારે રમણલાલ વોરાના સમર્થનમાં કુમાર કાનાણી આવ્યા છે. તેમણે રમણલાલ વોરાની માગને સમર્થન આપતાં કહ્યું કે, આ ખૂબ જરૂરી છે કે, લગ્નમાં પિતાનું પણ સમર્થન જરૂરી છે.કુમાર કાનાણીએ કહ્યું કે, લગ્ન નોંધણીમાં દીકરીઓને ભોળવીને સહિ કરાવી લેવામાં આવતી હોય છે. જેથી તેના પિતાની સહમતિ ફરજિયાત કરવામાં આવે તો લવ જેહાદ સહિતના કિસ્સાઓમાં ઘટાડો થઈ શકે છે. જેથી કરીને પિતાની સહમતિ ફરજિયાત કરવામાં આવે તો આ મુદ્દે ખૂબ ઘટાડો થઈ શકશે. જેથી કાયદામાં ફેરફાર જરૂરી છે.

લગ્ન નોંધણી કાયદા બાબતે પત્ર લખાયો
સુરતના વરાછા રોડ વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી સમયાંતરે પત્રો લખીને ચર્ચામાં આવતા હોય છે. સમાજને સ્પર્શતા મુદ્દે ફરી એક વખત કુમાર કાનાણી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા દ્વારા લગ્ન નોંધણી બાબતે જે કાયદો છે. તેમાં ફેરફાર કરવા માટેની માગ કરી છે. જેમાં તેમણે કહ્યું છે કે, લગ્ન નોંધણીમાં માતા-પિતાની સંમતિ હોવી જરૂરી છે. જેનો કાયદામાં સમાવેશ કરવો જોઈએ. આ બાબતે સુરતના વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

લગ્ન નોંધણીએ લોકોના જીવન સાથે જોડાયેલી ઘટના છે
આ પત્રમાં તેમણે વધુમાં લખ્યું કે, ઘણા સમયથી ખોટા લગ્ન નોંધણી અંગે ઘટનાઓ પ્રકાશિત થઈ રહી છે. લગ્ન નોંધણીએ લોકોના જીવન સાથે જોડાયેલી ઘટના છે. એમાં જ્યારે ગેરરીતી કે અન્યાય થતો હોય ત્યારે દિકરી અને પરિવારો સાથે થતી છેતરપીંડી અટકાવવા અને આવા પરિવારોને બચાવવા ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ – 2006 કાયદામાં કેટલાલ સંબંધિત સુધારાઓ લાવી આવા પરિવારોને ન્યાય અપાવવા માટે આપશ્રીને વિનંતી છે.