ચંદ્રસુરીના રૂંગટા ફાર્મ હાઉસમાં પાળવામાં આવેલ કુતરાઓની દેખરેખ કરનાર નેપાળી રાજુ થાપા એ ૮૭ વર્ષીય વૃદ્ધ સાથે બળાત્કાર કર્યો છે. પિડીતાની ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ કલમ 376 અને 450 અંતર્ગત કેસ નોંધ્યો છે. આરોપીને રિમાન્ડ ઉપર મોકલી દેવામાં આવ્યો છે.
પુલગામના પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘટના 16 અને 19 ઓગસ્ટની છે. પીડિતાનો દીકરો ફાર્મ હાઉસમાં સિક્યુરિટીનું કામ કરે છે. વૃદ્ધ માતાને ત્યાં જ મકાનમાં રાખેલી હતી.
દીકરા સાથે પોલીસ સ્ટેશન પહોંચી વૃદ્ધા
આરોપી નેપાળી રાજુ થાપા ફાર્મ હાઉસમાં કુતરાઓ ની સાર સંભાળ રાખે છે. પહેલા તેની ડ્યુટી કોલેજમાં હતી ત્યારબાદ લોક ડાઉન ના કારણે તેને ફાર્મ હાઉસ મોકલવામાં આવ્યો હતો. પીડિતાનો દીકરો કોઈ કામ થી બહાર ચાલ્યો ગયો હતો. વૃદ્ધ માતાને એકલી જોઈ આરોપી તેના ઘરે પહોંચ્યો.
દરવાજો ખખડાવ્યો તો વૃદ્ધાએ દરવાજો ખોલ્યો. રાજુ જબરદસ્તીથી ઘરમાં ઘૂસી ગયો. અંદરથી દરવાજો બંધ કરી લીધો. વૃદ્ધા સાથે ૧૬ ઓગસ્ટના રોજ બળાત્કાર કર્યો. લોકલાજની શરમે તેણે આ વાત કોઈને કહી નહીં. પરંતુ 19 ઓગસ્ટના રોજ ફરી તેની સાથે દુષ્કર્મમાં કરવામાં આવ્યું. ત્યારે તેણે દીકરાને આ વાત કહી. અને તેના બાદ તે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews