હાલ ગોધરા (Godhra)માં વધુ એક મોટા કૌભાંડ (Scam)ના સમાચાર સામે આવ્યા છે. અહીં, માટી (Clay)ની હજારો ટનની ચોરીની ઘટના સામે આવી છે. પંચમહાલ(Panchmahal) જિલ્લામાં દિલ્લી મુંબઇ કોરીડોર હાઇવે (Delhi-Mumbai Corridor Highway)ની કામગીરી ચાલી રહી છે. હાઇવે બનાવવા હજારો ટન માટીની જરૂર પડતી હોવાથી કંપનીઓ દ્વારા ખાનગી કોન્ટ્રાકટર (Contractor)ને કામગીરી સોંપીને ખાણખનીજ વિભાગની મંજુરીથી ખોદકામ કરીને માટીનો ઉપયોગ હાઇવેમાં કરી રહ્યા છે.
આ દરમિયાન ગોધરા તાલુકાના કેટલાક ગામોની સરકારી ગૌચર જમીનમાં કન્ટ્રકશન કંપની હજારો ટન માટીની ચોરી કરી રહ્યા હોવાની માહિતી સી એમ ડેસ્કને મળી હતી. તેથી બાતમીના આધારે ટીડીઓ તથા તેમની ટીમે ભલાણીયા અને નાની કાંટડી પહોચીને તપાસ કરી હતી. આ પછી ગૌચર જમીનમાં તપાસ કરતા એસએમસી ઇન્ફોટેક કંપની દ્વારા હજારો ટન માટીનું ખોદકામ કરી નાખ્યું હોવાનું બહાર આવ્યું હતું. કંપની દ્વારા ગૌચર જમીનમાં 100 ફુટ કરતાં વધારે ખોદકામ કરતાં ગૌચર જમીનો તળાવમાં ફેરવાઇ ગઇ હતી.
સરકારી ગૌચર જમીનમાં કોઇ પણ પ્રકારની કામગીરી કરવાની ન હોવા છતાં ખાનગી કંપની દ્વારા માટી ચોરીને હાઇવેમાં ઉપયોગ કર્યો હતો. બંને ગામની 10 હેકટર કરતાં વધુ ગૌચર જમીનના ખોદકામ કરેલ જગ્યાની માપણી કરતાં બંને ગૌચર જમીનમાંથી રૂા.9 કરોડ જેટલી માટીની ચોરી થઇ હોવાનું ટીડીઓની તપાસમાં બહાર આવ્યું હતું. આટલો મોટો કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો.
ખાણ-ખનીજ વિભાગ અજાણ?
જિલ્લામાંથી અનેક રેતી ભરેલા ટ્રેકટર પસાર થયા તો ખાણખનીજ વિભાગને જાણ થઇ જાય છે. તો આ તો ગૌચર જમીનમાંથી લાખો ટન માટી ચોરીને વાહનોમાંથી ભરીને લઇ જતાં હોવા છતાં ખાણખનીજ વિભાગને આ વિષે કોઈ પ્રકારની જાણ ન હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.