Edible oil price in Gujarat: રાજ્યમાં સતત વધતી જતી મોંઘવારી (Inflation) વચ્ચે જનતાને વધુ એક મોંઘવારીની થપ્પડ પડી છે. સીંગતેલના ભાવ (Edible oil price)માં ફરી એકવખત મસમોટો ભડકો થયો છે. આજે ત્રીજા દિવસે સીંગતેલના ડબ્બાના ભાવમાં વધારો થયો છે. ત્રણ દિવસમાં સીંગતેલના ભાવમાં 100 રૂપિયાનો વધારો (Edible oil price increased by 100rs) થતાં ગૃહીણીઓ હાંફળી ફાંફળી થઇ ગઈ છે. સીંગતેલના ભાવમાં આસમાની વધારો થતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે.
સીંગતેલના ડબ્બાનો ભાવ 2960 રૂપિયા પર પહોંચ્યો:
આજે સતત ત્રીજા દિવસે સીંગતેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ત્યાર બાદ સીંગતેલના ડબ્બાનો 2860 રૂપિયાથી વધીને 2960 રૂપિયા થઇ ગયા છે. ત્રણ જ દિવસમાં 100 રૂપિયાનો મોટો ઉછાળો નોંધાયો છે. ડબ્બાનો ભાવ 2960 રૂપિયા પર પહોંચી ગયા છે. લગ્નસરાની સીઝન ભાવ વધારા માટે જવાબદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અન્ય તેલોના ભાવમાં વધારા કોઈ મોટો તફાવત જોવા મળ્યો નથી.
ખાદ્યતેલોના ભાવમાં ફરી એક વખત આગ લાગી:
વેપારીઓના જણાવ્યા અનુસાર, મગફળી કપાસની હાલ યાર્ડમાં ઓછી આવક થઇ રહી છે. તેમજ હાલમાં જે કમોસમી વરસાદ ખાબક્યો છે તેના કારણે ઉનાળુ પાકને પણ મોટા પ્રમાણમાં અસર પહોંચી છે. જે સહિતના કારણો આગળ ધરી ખાદ્યતેલોના ભાવમાં ફરી એક વખત મસમોટો વધારો થયો છે.
મહિલાઓનું બજેટ ખોરવાયું:
ગુજરાતમાં કમોસમી વરસાદના લીધે વિવિધ પાકોમાં મોટું નુકસાન થતાં જુદાજુદા ખાદ્ય તેલમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. કમોસમી કમઠાણના કારણે ઉનાળું પાકમાં મોટા પ્રમાણમાં અસર થવા પામી છે. મગફળી સહિતના પાકમાં ભારે નુકસાન થયું હોવાનું ખેડૂતો કહી રહ્યાં છે. ખાદ્ય તેલમાં ભાવ વધારાના પગલે ગૃહણીઓનું બજેટ ખોરવાય ગયું છે. થોડા સમય પહેલા ભાવ ઘટ્યાં હતાં. જોકે, થોડા જ સમયમાં ફરી મોટો ભાવ વધારો થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.