એકબાજુ કોરોના મહામારીને કારણે લાખો લોકોના મોત તો થઈ જ રહ્યાં આની સાથે જ એકસાથે કુલ 9 નવજાત બાળકોના મોત થયા હોવાંનાં સમાચાર સામે આવી રહી છે. રાજસ્થાનમાં આવેલ કોટા વિસ્તારની JK લોન હોસ્પિટલમાં ફક્ત 24 કલાકમાં જ કુલ 9 નવજાત બાળકોના મોત થયા છે.
જેને કારણે પરિવારજનોએ હોસ્પિટલ સ્ટાફ પર સારવારમાં બેદરકારીનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે, જેને હોસ્પિટલ દ્વારા નકારવામાં આવ્યો હતો. જે બાળકોના મોત થયા છે તેઓનું આયુષ્ય ફક્ત 4 દિવસનું હતું. ફક્ત 24 કલાકમાં કુલ 9 બાળકોના મોતને કારણે પગલે હવે હોસ્પિટલની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.
જોકે હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ સુરેશ દુલાહારે દાવો કર્યો છે કે મૃત્યુ પામેલા એક પણ બાળકમાં ઇન્ફેક્શન નહોતું અને કુદરતી રીતે મોતને ભેટયા છે.આ એક દુઃખજનક ઘટના છે જેનાથી લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
હોસ્પિટલ સ્ટાફ વિરૂદ્ધ આકરા પગલા લેવાની પરિવારજનોની માગ:
પરિવારજનોએ હોસ્પિટલમાં જ ધરણા શરૂ કરી દીધા હતા અને સમગ્ર મામલે હોસ્પિટલ સ્ટાફ વિરૂદ્ધ આકરા પગલા લેવાની માગણી કરી છે. સાથે આરોપ લગાવ્યો છે કે જ્યારે હોસ્પિટલમાં દાખલ થયા તે બાદ એક પણ ડોક્ટરે મુલાકાત નહોતી લીધી. વિવાદમાં વધારો થતાં રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્માએ હોસ્પિટલ અધિકારીઓ પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો હતો.
બીજી બાજુ હોસ્પિટલનાં સ્ટાફમાં વધારો કરવાં માટે તથા સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યાં છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં આવેલ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, આ હોસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં કુલ 103 બાળકોના મોત થયાં હતા. જ્યારે હવે ફરી આ જ હોસ્પિટલ ખુબ ચર્ચામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle