માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો: અશ્લિલ ફિલ્મો જોઈને ફક્ત 9 વર્ષની બાળકીએ માતાને પૂછ્યું એવું કે…

કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે આવા કપરાં સમયની વચ્ચે ઓનલાઈન શિક્ષણની શરૂઆત થતાં બાળકોને મોબાઈલની આદત થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કરેલ એક સર્વે પ્રમાણે, બાળકો ઓનલાઈન અભ્યાસની સાથે જ અશ્લિલ ફિલ્મો જોવાના રવાડે ચડી ગયાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

સર્વેમાં એક વાલી જણાવતાં કહે છે કે, તેની ફક્ત 9 વર્ષની બાળકી ઓનલાઈન અભ્યાસની સાથે જ અશ્લિલ ફિલ્મો જોવા લાગી હતી. આ દરમિયાન એકવાર એવો પ્રશ્ન કર્યો હતો કે, જેને સાંભળીને માતા પણ ચોંકી ગઈ હતી. યુનિવર્સિટીના મનોવિજ્ઞાનભવનની ટીમ દ્વારા કરવામાં આવેલ સર્વેમાં જાણવા મળ્યું હતું કે, 15% વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસની સાથે જ અશ્લિલ ફિલ્મો જોવા લાગ્યા છે.

મનોવિજ્ઞાનભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણ જણાવતાં કહે છે કે, લોકડાઉન વખતે મને એક કોલ આવ્યો હતો કે, અમારું બાળક સૂનમૂન રહે છે, ત્યારબાદ તેનું કાઉન્સેલિંગ કરતાં તેણે કહ્યું હતું કે, મમ્મી-પપ્પા બપોરે રૂમમાં સૂવા જાય ત્યારે મને સાથે સૂવા દેતાં નથી તેમજ એવું કહે છે કે, મારે પણ સૂઈ જવું છે.

ઓનલાઇન શિક્ષણની શરૂઆત થયા પછી બાળકો અશ્લિલ ફિલ્મો જોવા લાગ્યાં :
મનોવિજ્ઞાનભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણ જણાવે છે કે, અત્યાર સુધીમાં કુલ 25થી પણ વધારે ઓનલાઈન સર્વે કરવામાં આવ્યા છે. અમે બાળકો પર જે સર્વે કર્યો છે એ ખૂબ ખાનગી રીતે કરવામાં આવ્યો છે. સર્વે પ્રમાણે ઓનલાઈન શિક્ષણની શરૂઆત થયા પછી બાળકો અશ્લિલ ફિલ્મો જોવાના રવાડે ચડી ગયાં છે.

બાળકોની સાથે જ વાલીઓએ પણ ખુબ ધ્યાન રાખવાની જરૂર રહેલી છે. ઇન્ટરનેટ તથા બાળક એટલે દારૂખાનું તથા અંગારાને બાજુમાં રાખવા સમાન બાબત છે. શારીરિક, માનસિક તથા આવેગિક બદલાવ તો આવતા જ હોય છે, એની મુશ્કેલી સામે તે લડતો જ હોય છે.

એવા સમયમાં ઓનલાઇન શિક્ષણના નામે ઇન્ટરનેટની સાથે સતત જોડાણ રહેવું એ ભયસ્થાન નોતરે છે. એક તો ઉંમરની અસર તેમજ ઇન્ટરનેટ પર સર્ચ કરવાની સરળતા બાળકને ગેરમાર્ગે દોરે છે. સાઇબર-એક્સપર્ટ પાસેથી લિમિટેડ સર્ચ કરી શકે એવું મોબાઈલમાં સેટિંગ ગોઠવવું જોઈએ. સમાજ જાગ્રત નહીં થાય તો આગળ મુશ્કેલીમાં વધારો થશે.

વાલીઓ ચેતે! 15% ખૂબ મોટો રેશિયો કહેવાય :
સંશોધનકર્તા ડૉ. ધારાબેન દોશી જણાવે છે કે, 15% તરુણો ઓનલાઈન અભ્યાસની સાથે જ અશ્લિલ ફિલ્મો જોવાના રવાડે ચડી ગયા છે એ ખૂબ મોટો રેશિયો છે. ખરેખર વાલીઓ ચેતે તથા પોતાનું બાળક અભ્યાસની સાથે જ મોબાઈલમાં શું જોવે છે એ નિયમિત ચેક કરે. કેટલીક એડલ્ટ બાબતોનું જ્ઞાન હોતું નથી પણ એ જોવું તેને ગમે છે, અહીંથી વાલીઓ ધ્યાન નહીં આપે તો આ આંકડામાં વધારો થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *