વાવાઝોડાની સહાયના 95 હજાર મળવાના હતા, પણ સરકારે 5 હજાર આપી ચાલતા કર્યા તો ખેડૂતે કર્યું એવું કે રૂપાણી સરકારની ઉડી મજાક

ગુજરાત રાજ્યમાં થોડા સમય પહેલા તાઉ-તે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં ખુબ જ નુકસાન થયું હતું. ઘણા લોકોના ઘરના છાપરા તો ઘણાના નળિયા પુર ઝડપે પવન અને વરસાદ ફૂંકાવાના કારણે ખુબ જ નુકસાન થયું હતું. અતિભારે વરસાદ અને પવનને કારણે કેટલાય લોકોની ઘરવખરી પલળી ગઈ હતી. કેટલાક ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું હતું. ત્યારે તે ખેડૂતોને સરકાર દ્વારા પુરતું વળતર આપવામાં આવશે તેવું રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરંતુ એવા પણ ખેડૂતો છે જેમને સરકારના કહ્યા અનુસાર સહાય આપવામાં આવી નથી. ત્યારે આવો જ એક કિસ્સો ખાંભાથી સામે આવ્યો છે.

ખાંભાના ભુંડણી ગામના ખેડુત નાજુકભાઇ ધીરુભાઇ કોટીલાએ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું છે કે તેમને વાવાઝોડાથી થયેલા નુકસાન મુજબ સહાય આપવામાં આવી નથી. નાજુકભાઈને વાવાઝોડાને કારણે 3 લાખથી વધુનું નુકસાન થયું હતું અને તેમનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો હતો અને તેમને સરકાર દ્વારા નક્કી કરેલા ધારા ધોરણ મુજબ 95,100 રૂપિયા મળવા પત્ર હતા પરંતુ સરકાર દ્વારા સર્વે કર્યા બાદ તેમને નુકશાની પેટે સરકાર તરફથી ફકતને ફક્ત 5000 રૂપિયાની સહાય કરવામાં આવી હતી.

આ અંગે ગુજરાત કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા મનહર પટેલે કહ્યું હતું કે શું સરકાર ખેડૂતો સાથે મજાક મશ્કરી કરી રહી છે? આ મશ્કરી અંગે મદદ લેવાને બદલે નાજુકભાઇ કોટીલાએ તેમની અંદર 100 રૂપિયા ઉમેરીને સરકારને પરત મોકલવામાં આવેલ છે. મનહર પટેલે કહ્યું છે કે, જુઠી, પાખંડી અને ભીખારી વેડા કરતી સરકારે પોતાનો પરિચય ખુદ આપ્યો છે. આ સરકાર પાસે અન્ય શું આશા કે અપેક્ષા રાખી શકીએ? હું ખેડૂત નાજુકભાઇ કોટીલાને વંદન કરું છું કે તેમને મળેલી સહાય રકમમાં પોતાના 100 રૂપિયા ઉમેરીને સરકારને પરત કર્યા.

મનહર પટેલે સાથે જણાવતા કહ્યું છે કે, રાજયના ખેડુતનો આત્મા કકળાવીને સતાનો વિકૃત આનંદ લુટનારાઓના દિવસો ભરાય ગયા છે. હવે જનતા જાગૃત થઇ ચુકી છે. શું આમ જ સરકાર લોકોને ઉલ્લુ બનાવશે? સહાયની જાહેરાત કર્યા મુજબ જો ખેડૂતોને સહાય ન મળે તો તે સહાય શું કામની?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *