રાજ્યમાં હવે 5000થી વધુ કોરોનાના કેસો આવવા લાગ્યા છે, કોરોનાની સ્થિતિ બેકાબૂ બનતાં સરકારે નવી ગાઇડલાઇન્સ પણ જાહેર કરી દીધી છે. કોરોનાના કેસની સાથે-સાથે ઓમિક્રોનના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. ગઈકાલના રોજ ગુજરાતનામાં કોરોના બ્લાસ્ટ થયો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5396 કેસ સામે આવ્યા હતા. અમદાવાદમાં સૌથી વધુ 2281 કેસ, સુરત શહેરમાં 1350, સુરત ગ્રામ્ય 102 કેસ. વડોદરામાં 239 કેસ, રાજકોટમાં 203, આણંદમાં 133, વલસાડમાં 142, ખેડામાં 104, કચ્છમાં 92, ગાંધીનગરમાં 91 કેસ સામે આવ્યા હતા.
આ ઉપરાંત, છેલ્લા 24 કલાકમાં 1158 લોકો ડિસ્ચાર્જ થઇને ઘરે ગયા હતા. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 18583 થઇ ચુકી છે. ગતરોજ રાજ્યમાં કોરોનાથી 1 દર્દીનું મોત નીપજ્યું હતું. રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,49,762 સુધી પહોચી ગયો છે. બીજીબાજુ સારા સમાચાર એ પણ છે કે, રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,21,541 થઇ ચુકી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં 142433 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 5041 નોંધાઈ છે.
અત્રે સુરત શહેરની વાત કરવામાં આવે તો ગઈકાલના રોજ શહેરમાં 1350 અને જિલ્લામાં 102 કેસ સાથે નવા 1452 કેસ નોંધાયા હતા. આ સાથે એકનું મોત થયું હતું. જેથી સુરત શહેર જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યામાં 5 હજારને પાર કરી 5041 પર પહોંચી ગઈ છે. છેલ્લા સાત દિવસમાં સિટીનો અઠવા ઝોન કોરોના એપી સેન્ટર બન્યું હોવાનું સામે આવ્યું છે. 40 ટકા કેસ અઠવા ઝોનમાં નોંધાઈ રહ્યા છે. આ સાથે રાંદેર અને વરાછા-એ ઝોનમાં પણ કેસનો વધારો થઈ રહ્યો છે. 2021ના ડિસેમ્બર મહિનાના 31 દિવસમાં 625 કેસ નોંધાયા હતા. જ્યારે જાન્યુઆરી 2022ના માત્ર સાત દિવસમાં 4371 કેસ નોંધાઈ ચૂક્યા છે. જે ડિસેમ્બર મહિના કરતા 7 ગણા વધુ છે.
98 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા
આજ રોજ કુલ 98 વિદ્યાર્થીઓ પૈકી એલપીડી સ્કૂલ પૂણા (15), અંકુર વિદ્યાલય (14), છત્રપતિ સ્કૂલ (9) વિદ્યાર્થીઓ પોઝિટિવ જણાતા શાળાઓ બંધ કરાવેલ છે. આ સિવાય અન્ય શાળાઓમાં વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા પીપી સવાણી, જીડી ગોયન્કા, ગાયત્રી સ્કૂલ, લુડ્સ કોનવેંટ, સુમન સ્કૂલ પાંડેસરા, ભગવાન મહાવીર, સેવન્થ ડે સ્કૂલ, એસ ડી જૈન કોલેજ, સરસ્વતી સ્કૂલ, નવયુગ કોલેજ, ડીઆરબી કોલેજ, ટી એન્ડ ટીવી, ગુરુકૃપા સ્કૂલ તથા અન્ય શાળાઓ તથા કોલેજમાં જે તે વર્ગ બંધ કરવવામાં આવેલ છે. આ શાળાઓમાં તથા કોલેજમાં કુલ 1043 જેટલા વ્યક્તિઓનું કોન્ટેકટ ટ્રેસિંગ કરવામાં આવેલ છે. આજ રોજ પોઝિટિવ આવેલ વ્યક્તિઓ પૈકી 2 વ્યક્તિઓ ઇન્ટરનેશનલ (કેનેડા, દુબઈ) ટ્રાવેલ હિસ્ટ્રી છે.
છત્રપતિ સ્કૂલના 9, પી.પી.સવાણી, જી.ડી. ગોયેન્કા, ગાયત્રી સ્કૂલ, લુર્ડ્સ કોન્વેન્ટ, પાંડેસરા ખાતેની સુમન સ્કૂલમાં કોરોના પોઝીટીવ કેસો આવ્યા છે.સેવન્થ ડે સ્કૂલ, એસ.ડી. જૈન કોલેજ, સરસ્વતી સ્કૂલ, ટી.એન્ડ. ટી.વી સ્કૂલ, ગુરુકૃપા સ્કૂલમાં વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યાં છે. આમ સુરતમાં અત્યાર સુધી 500 વિદ્યાર્થીઓ કોરોનામાં સપડાઈ ચૂક્યાં છે. કોરોનાના કેસો આવતા શાળા-કોલેજ ટપોટપ બંધ કરવાની તંત્રને નોબત આવી પડી છે. તો કેટલીક શાળાના વર્ગોને બંધ કરવાની ફરજ પડી છે.
14 કર્મીઓ પોઝિટિવ આવતા બંધ કરાઈ SBI બેંક
આજ રોજ પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી 5 વ્યક્તિઓ અઠવા ઝોનના પાર્લે પોઈન્ટ વિસ્તારના સંગમ એપા.ના એક જ ઘરમાં નોંધાયેલ હોય તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે. આજ રોજ પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી 7 વ્યક્તિઓ વરાછા ઝોન-એના વરાછા વિસ્તરના વર્ષા સોસાયટીમાં નોંધાયેલ હોય તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે. આજ રોજ પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી 4 વ્યક્તિઓ લિંબાયત ઝોનના કુંભારિયાગામ વિસ્તારના નેચરવેલીના એક જ ઘરમાં નોંધાયેલ હોય તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે. એસબીઆઈ બેંક, ઘોડ દોડ રોડ શાખામાં 14 જેટલા કર્મચારીઓ પોઝિટિવ જણાતા બેંક બંધ કરાવવામાં આવેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.