હાલ અકસ્માતના કેસોમાં દિવસેને દિવસે વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન મોડાસામાં ગઈકાલે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. અહીંયા અકસ્માતમાં કારમાં ઑક્સીજન લેવા માટે જઈ રહેલા બે યુવકોનાં કરૂણ મોત થયા હતા. જોકે, આજે આ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા હતા જેમાં અકસ્માત કઈ રીતે થયો તે જોવા મળે છે.
બનાવની વિગત એવી છે કે, અરવલ્લીના મોડામાં ગઈકાલે મેઘરજ ચોકડી પાસેથી પસાર થઈ રહેલી કાર ધડાકાભેર પોલી સાથે અથડાઈ હતી. આ કાર અથડાયા બાદ કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જ્યારે તેમાં સવાર બે યુવકોનાં મોત થયા હતા. આ ઘટના નજીકના કૉમ્પલેક્ષમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
જાણવા મળ્યું છે કે, અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવક ઑક્સીજન લેવા નીકળ્યો હોવાની વિગતો સામે આવી હતી. પિતા કોરોના સંક્રમિત હોવાના કારણે ઑક્સીજન લેવા જઈ રહેલા આ યુવકનું અકસ્માતમાં કરૂણ મોત નીપજ્યું હતું. આમ પિતાનો જીવ બચાવવા નીકળેલા પુત્રની કારને અકસ્માત નડતા બે યુવકોનાં જીવ ગયા હતા.
પિતાની જિંદગી બચાવવા માટે નીકળેલા પુત્રની કાર કાળનો કોળિયો બની જતા પરિવાર માથે આભ ફાટી પડ્યું હતું. જાણવા મળ્યું છે કે, પિતાને ઑક્સીજનની જરૂરિયાત હોવાના કારણે પિતાની જિંદગી બચાવવા માટે પુરપાટે કાર લઈને ઓક્સીજન લેવા જઈ રહ્યો હતો તે દરમિયાન યુવકનુ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. આમ આ સ્થિતિમાં પિતાનો જીવ બચાવવા નીકળેલા પુત્રની કારને કાળ ભેટી ગયો હતો. જોકે, મૃતકોની ઓળખ હજુ થઈ શકી નથી તેથી તેની વિગતવાર માહિતી સામે આવી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.