રાજકોટમાં સામુહિક આપઘાત: ‘કોરોનાની દવા છે’ કહી પિતાએ પુત્ર-પુત્રીને ઝેર પીવડાવી પોતે પણ…

ગુજરાત માં અવાર-નવાર આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત રાજકોટમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. રાજકોટના નાનામવા રોડ પર આવેલ શાસ્ત્રીનગર અજમેરાની સામે શીવમ પાર્કમાં રહેતા અને કર્મકાંડનો વ્યવસાય કરતાં બ્રાહ્મણ પરિવારે મધરાત્રે એકા વાગ્યાની આસપાસ ઝેરી દવા પી ને સામુહિક આપઘાતનો પ્રયાસ કરતાં આધેડ અને પુત્ર-પુત્રીને તુરંત જ ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પિતાએ કોરોનાની દવા છે તેમ કહી પુત્ર-પુત્રી અને પોતે પણ ઝેર પી લીધું હતું.

ઘટના સ્થળેથી પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. પિતાએ લખેલી સુસાઇડ નોટમાં લખ્યું છે કે, 2.12 કરોડ દિનેશ અને ભાવિન લઇને જતા રહ્યાં છે. પોલીસ દ્વારા બનાવનું કારણ પૂછતાં આધેડનાં પત્ની અને તેના ભાઇએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, એડવોકેટ આર.ડી.વોરાના એક સંબંધીને અમારૂ મકાન વેચ્યું હતું. જે રૂપિયા 1.20 કરોડનો સોદો થયા બાદ રૂપિયા 20 લાખ અમને આપી દીધા હતા અને બાદમાં 1 કરોડની માંગણી કરતાં આર.ડી.વોરાએ પોલીસમાં અમારા વિરૂદ્ધ અરજી કરી હેરાનગતિ કરતા હતા.

વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આજે મધરાત્રે પુત્ર-પુત્રી અને પોતે પણ ઝેર પી ને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે રાજકોટ તાલુકા પોલીસ મથકનાં સ્ટાફે ત્રણેયનું નિવેદન લેવા કાર્યવાહી કરી હતી. જોકે હાલ ત્રણેય બેભાન હોય તેમના પરિવારજનોના નિવેદન લેવા કાર્યવાહી કરી અને તેની પાસેથી મળી આવેલી સુસાઇડ નોટનાં આધારે તપાસ શરૂ કરી છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર નાનામવા રોડ શાસ્ત્રીનગર અજમેરાની સામે શીવમપાર્કમાં રહેતા અને કર્મકાંડના વ્યવસાય સાથે જોડાયેલા કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયા (ઉ.વ.45) ગઇકાલે સાંજે બહારથી ઝેરી દવા ઘરે લઇ આવ્યા હતા અને રાત્રે બધાને કહ્યું કે આ કોરોનાની દવા છે આ દવા પીધા બાદ કોરોના ન થાય. જેથી તેમની પુત્રી કૃપાલી (ઉ.વ.22), પુત્ર અંકિત (ઉ.વ.21) તેમજ પત્ની જયશ્રીબેન (ઉ.વ.42)ને આપી હતી.

જેથી જયશ્રીબેને પીવાની ના પાડી દીધી હતી અને કમલેશભાઇએ તેમના પુત્રો સાથે મળી આ દવા ગટગટાવી લીધી હતી અને બાદમાં તબીયત લથડતાં તુરંત જ પત્નીએ તેમના જેઠ કાનજીભાઇને ઘરે બોલાવી ત્રણેયને પ્રથમ વોકહાર્ટ અને બાદમાં સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડ્યા હતાં. સામુહિક આપઘાતનાં બનાવમાં PI ધોળા, પ્રવિણભાઇ અને ડી-સ્ટાફ PSI એમ.ડી.ડામોર સહિતનો સ્ટાફ સિવિલમાં દોડી ગયો હતો. સારવારમાં રહેલા ત્રણેય બેભાન હોય હોંશમાં આવ્યા બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

કમલેશભાઇએ લખેલી સુસાઇડ નોટમાં લખ્યું છે કે, ‘મારે મરવાનું કારણ આર.ડી.વોરા તથા દિલીપભાઇ કોરાટ જેણે મારૂ મકાન લીધું છે. રૂપિયા 65 લાખનો ખોટો આરોપ મુકેલ છે. મારી પાસે અત્યારે પાંચ હજાર રૂપિયા પણ નથી કાર અને મકાનનાં ચાર હપ્તા ચડી ગયા છે. 2 કરોડ 12 લાખ મારા દિનેશ તથા ભાવીન લઇને જતા રહ્યાં છે. ત્યારબાદ મારી મુંઝવણ સતત વધી ગઇ છે મને ખબર છે હું સમજી વિચારીને જ આ પગલુ ભરૂ છું. છેલ્લે લાખની જરૂર હતી તો નરેન્દ્ર પુજારાને મેં સાટાખત ભરીને 12 લાખ સાટાખતનાં ભરેલા છે. ઘણુ બધુ લખવું છે ઉતાવળમાં લખુ છું. સમય નથી મને બધા બહુ યાદ આવે છે. મરવુ સહેલું નથી પણ મજબૂરી છે. કોરોનામાં કામકાજ નથી અને સમય ખરાબ ચાલી રહ્યો છે. બધાના નામ નથી લેતો પણ બધાને જયશ્રી કૃષ્ણ.

મળતી માહિતી અનુસાર, લોકડાઉન બાદ ધંધો બરાબર ન ચાલતાં આર્થિક ભીંસમાં આવી ગયા હતા અને દિકરા-દિકરીના લગ્ન કરવા હોય જેથી મકાન વેંચવા કાઢ્યુ હતું. રાજકોટનાં નાનામવા રોડ શાસ્ત્રીનગર અજમેરાની સામે શીવમ પાર્કમાં રહેતા કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયા (ઉ.વ.4પ) અને તેમના પુત્ર અંકિત (ઉ.વ.21) અને પુત્રી કૃપાલી (ઉ.વ.22)એ ઝેરી દવા પી લેતાં તમામને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. કમલેશભાઇ કર્મકાંડનો ધંધો કરતા હોય તેમનો ધંધો લોકડાઉન બાદ બરાબર ન ચાલતાં આર્થિક ભીંસમાં આવી ગયા હતા અને દિકરા-દિકરીના લગ્ન કરવા હોય જેથી મકાન વેંચવા કાઢ્યુ હતું. કર્મકાંડ કરતાં કમલેશભાઇ લાબડીયા ચાર ભાઇ ચાર બહેનમાં નાના છે. આ અંગે રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *