દેશભરમાં કોરોના થોભવાનું નામ નથી લઇ રહ્યો. કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને ઘણા બધા લોકો આ કોરોનાના ભરડામાં આવી ચુક્યા છે. દેશની પરિસ્થિતિ ખુબ જ ગંભીર છે. ત્યારે દેશમાં કોરોના વાયરસનું એક નવું સ્વરૂપ જોવા મળ્યું છે.
સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે ત્યારે કોરોનાના નવા સ્વરૂપને લીધે વૈજ્ઞાનિકોની ચિંતા વધી છે. કોરોના વાયરસનો આ નવો સ્ટ્રેન અત્યંત ખતરનાક છે અને જેને કારણે સ્થિતિ ગંભીર બનતી જઈ રહી છે.
વૈજ્ઞાનીકો દ્વારા આ સ્ટ્રેનને N440K નામ આપવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, બાકીના વાયરસ કરતા આ સ્ટ્રેન 10 ગણું વધારે સંક્રમણ ફેલાવી શકે છે. આ નવા કોરોનાના સ્વરૂપને કારણે દેશના કેટલાક સ્થળે હાહાકાર મચેલો છે.
એક અહેવાલ મુજબ દેશમાં 26 એપ્રિલથી લઈને 2 મે સુધીમાં કોરોનાના 26 લાખ નવા કેસ સામે આવ્યા હતા અને 23800 દર્દીઓ મોતને ભેટ્યા હતા. જયારે તેમની વચ્ચે વૈજ્ઞાનિકોએ આ ખતરનાક અને જોખમી સ્ટ્રેનની માહિતી મળી છે. જે બીજા અન્ય સ્ટ્રેન કરતા 10 ગણું અને વધુમાં વધુ 1000 ગણા જેટલું સંક્રમણ ફેલાવી શકે છે. આ નવા સ્ટ્રેનને કારણે કોરોનાની બીજી લહેર ખુબ જ ગંભીર બની રહી છે.
આ નવો સ્ટ્રેન N440K પ્રથમ વખત આંધ્રપ્રદેશના કરનુલમાં જોવા મળ્યો હતો. હવે આ કોરોનાનું નવું સ્વરૂપ આંધ્રપ્રદેશ, તેલંગાણા અને દેશના બીજા કેટલાય રાજ્યોમાં ખુબ જ તેજીથી ફેલાઈ રહ્યું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, કોરોનાની બીજી લહેરમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં જેટલા નવા કેસ સામે આવ્યા છે આ સ્ટ્રેનને કારણે આવ્યા છે.
આ નવું કોરોનાના સ્ટ્રેનને હૈદ્રાબાદમાં આવેલ સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ સાયન્ટિફિક એન્ડ ઈનોવેશન રિસર્ચના વૈજ્ઞાનિકો દ્વારા ભેગા મળીને શોધવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.