ગુજરાતના કરોડો લોકોની પ્રાર્થના અને આશીર્વાદથી ધૈર્યરાજને આજે જરૂરી દવા ZOLGENSMAના ડોઝ આપી દેવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે, હાલ ધૈર્યરાજ મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં ડોક્ટરની દેખરેખ હેઠળ છે. હાલમાં ધૈર્યરાજની તબિયત ખુબ જ સારી છે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ત્રણ મહિનાનો ધૈર્યરાજસિંહ જન્મજાત SSM-1 તરીકે ઓળખાતી ગંભીર બિમારીથી પીડિત છે.
આ બિમારી રંગસૂત્ર-5 નાળીમાં ખામીને કારણે થાય છે અને આ બિમારીના ઇલાજ માટે 16 કરોડ રૂપિયાની જરૂર હોવાથી હાલમાં સમગ્ર દેશમાંથી ધૈર્યરાજ સિંહને આર્થિક મદદ માટે માતાપિતા દ્વારા અપીલ કરવામાં આવી હતી. જેના થકી અત્યાર સુધીમાં ઘણા લોકોએ મદદ કરી હતી.
જાણવા મળ્યું છે કે, મહીસાગર જિલ્લાનો રહેવાસી ધૈર્યરાજ એક ગંભીર બિમારીથી પીડાઈ રહ્યો છે. જેને આર્થિક સહાય આપવા તેના માતા-પિતાએ કરેલી અપીલમાં સુરતના કિન્નર સમાજે પણ તેમને મદદ કરવાનું મન બનાવી લીધું હતું. આ અંગે કિન્નર સમાજના પાયલ કુવરબાએ જણાવ્યું હતું કે, આ નાના બાળકને એક ઈન્જેક્શનની જરૂર હોય આ ઇંજેક્શન ખૂબ જ મોંઘું આવે છે.
બાળકને જે બીમારી છે તે બીમારી માટે 22 કરોડ રૂપિયાની જરૂર હોવાથી સમગ્ર દેશ તેની મદદ કરી રહ્યો છે. આ દરમિયાન કિન્નર સમાજે પણ ફાળો ભેગો કર્યો છે. અમે બધાએ 65,000 રૂપિયા ભેગા કર્યા છે. અમે આ ફાળો તેમના માતાપિતા સુધી પહોંચડીશું અને બાળક જલ્દી સાજો થાય તેવી પ્રાર્થના કરીશું.
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ત્રણ મહિનાનો ધૈર્યરાજસિંહ એક ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. ધૈર્યરાજસિંહ રાઠોડ નામના ત્રણ મહિનાના આ બાળકને SMA-1 નામની બીમારી થઇ છે. SMA-1 નામની આ બીમારી એક પ્રકારની સ્નાયુની બીમારી છે. જેથી બાળક ઊભું થઈ શકતું નથી. ઉપરાંત તેની બીમારી માટેનું ઇન્જેક્શન પણ ભારતમાં ઉપલબ્ધ નથી.
આ દરમિયાન વિદેશમાંથી ઇન્જેક્શન મંગાવવું પડે તેમ હોવાંથી રાઠોડ પરિવારને 22 કરોડની જરૂર હતી. કારણ કે, તેની સારવાર માટેની જરૂરિયાતનું એક ઈન્જેક્શન 22 કરોડ રૂપિયાનું છે. ધૈર્યરાજસિંહના માતા-પિતા એક સામાન્ય પરિવારમાંથી છે. જેથી પુત્રની આટલી મોંઘી સારવાર તેમનાથી શક્ય નહોતી. આથી સરકાર ધૈર્યરાજસિંહની સારવાર માટે મદદ કરે તેવી અપીલ માતા-પિતા દ્વારા પણ કરવામાં આવી હતી. બીજી બાજુ, આ સમાચાર બધે જ ફેલાઈ જતા ધૈર્યરાજસિંહ માટે લોકોએ દિલ ખોલીને દાન આપ્યુ હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.