આજકાલ વધી રહેલી સુસાઈડની ઘટનામાં ફરીવાર વડોદરા શહેરની ગોત્રી મેડિકલ કોલેજમાં MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલના છઠ્ઠા માળે આવેલા રૂમમાં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી છે. વિદ્યાર્થીનો રૂમ પાર્ટનર ડ્યુટી પરથી પરત ફરતા રૂમનો દરવાજો બંધ જોવા મળ્યો હતો. જેથી તેણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને દરવાજો ખોલતા જ વિદ્યાર્થી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ દ્વારા વિદ્યાર્થી પાસેથી મળેલી સુસાઇડ નોટ કબજે કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
જાણવા મળ્યું છે કે, રાજ્યમાં કોરોનાની મહામારીને પગલે તબીબી વિદ્યાર્થીઓને કોરોનાની સારવારમાં જોડવામાં આવ્યા છે, ત્યારે વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજના છેલ્લા વર્ષમાં તબીબ વિદ્યાર્થી સિદ્ધાર્થ ભદ્રેચા ભણતો હતો. તેને પણ કોરોનાની ડ્યુટી સોંપવામાં આવી હતી. જોકે, 30 એપ્રીલના રોજ તેની ડ્યુટી પુરી થઇ ગઇ હતી અને તેનો રૂમ પાર્ટનર ડોક્ટર હાલ કોવિડની ડ્યુટી કરી રહ્યો હતો.
સિદ્ધાર્થનો રૂમ પાર્ટનર મંગળવારે રાત્રે કોવિડની ડ્યુટીમાં ફરજ બજાવવા ગયો. આ દરમિયાન બંને વચ્ચે વાતચીત થઇ હતી. જોકે, આજે સવારે રૂમ પાર્ટનર પરત ફર્યો, ત્યારે તેણે દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ, સિદ્ધાર્થે દરવાજો ખોલ્યો નહોતો. જેથી પ્રથમ સિદ્ધાર્થ ઉંઘતો હશે તેમ માનીને રૂમ પાર્ટનરે તેને ફોન કર્યો હતો. તેમ છતાં સિદ્ધાર્થે ફોન પણ ઉપાડ્યો નહોતો.
આ દરમિયાન વિદ્યાર્થીએ મોબાઇલનો ફ્રન્ટ કેમેરાનો રૂમની અંદરના ભાગે નાખ્યો અને અંદરનો ફોટો પાડ્યો હતો અને મોબાઇલ બહાર કાઢી જોતા સિદ્ધાર્થનો લટકતો મૃતદેહ દેખાયો હતો. જેથી તેણે આ અંગેની જાણ વોર્ડને કરી હતી. જેથી તાત્કાલિક ગોરવા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને સિદ્ધાર્થ પાસેથી સુસાઇડ નોટ કબજે કરી હતી. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, સિદ્ધાર્થના પરિવારમાં તેના માતા-પિતા અને બહેન છે. અને તેઓ માંગરોળમાં રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.