સુરતના મોટા વરાછા આઇસોલેશન સેન્ટરમાં 70 વર્ષીય લાભુબેન સાવલિયા નામના દાદી સાજા થતા પરિજનોએ દર્દી, તેના સંબંધી અને સ્વયંસેવકોને લાડુ ખવડાવીને મોં મીઠા કરાવ્યા હતા. લાભુબેનના શરીરમાં ઓક્સિજન લેવલ ઘટી જતા તેને હોસ્પિટલમાં એડમિટ કરવા ડોક્ટરોએ જણાવ્યું હતું. ખાનગી હોસ્પિટલમાં બેડ ન મળતા પરિજનોએ સેન્ટરમાં રાખવાનો નિર્ણય કર્યો હતો.
જાણવા મળ્યું છે કે, મોટા વરાછામાં રહેતા 70 વર્ષીય લાભુબેન સાવલિયા ગઈ તા. 13 એપ્રિલના રોજ કોરોના પોઝિટિવ આવતા તેને મોટા વરાછા આઇસોલેશન સેન્ટરમાં એડમિટ કરવામાં આવ્યા હતા. થોડા દિવસ બાદ ઓક્સિજન લેવલ અચાનક ઘટી ગયું હતું. તેથી તબીબોએ તેને હોસ્પિટલમાં રિફર કરવા જણાવ્યું હતું. ખાનગી હોસ્પિટલમાં બેડ નહોતા. સરકારી હોસ્પિટલમાં તેઓને જવું ન હતું. તેથી, પરિજનોએ નિર્ણય કર્યો કે જે થવું હોય તે થાય, પરંતુ તેને આઇસોલેશન સેન્ટરમાં જ રાખવા છે.
બુધવારે લાભુબેન સહીત 7 દર્દીઓને રજા આપવામાં આવી હતી. દર્દી કોરોનાથી સાજા થયાની ખુશીમાં વાજતે ગાજતે ઢોલ-નગારા સાથે દર્દીને વિદાય આપવામાં આવી હતી. લાભુબેનના પરિજનોએ તે સાજા થયાની ખુશીમાં દર્દી અને સ્વયંસેવકોને લાડુ ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું.
આ કોરોના મહામારી દરમિયાન એવા ઘણા દર્દી હોય છે જે હિંમત હારી જાય છે અને તેમનો આત્મવિશ્વાસ ઘટવાથી તેઓ મૃત્યુ પણ પામે છે. આ દરમિયાન જો દર્દીઓનો આત્મવિશ્વાસ વધારવામાં આવે તો તેઓને કોરોનામાંથી મુક્તિ મેળવવાની સંભાવના ઘણી વધી જાય છે.
ત્યારે વરાછા આઇસોલેશન સેન્ટરમાં આ રીતે રજા આપીને તેમનો આત્મવિશ્વાસ વધારવામાં આવે છે. આ ઉપરાંત જે દર્દીઓ સારવાર હેઠળ છે તેમનો પણ ગરબા અથવા તો ગીત ગાઈને આત્મવિશ્વાસ વધારવામાં આવે છે જેથી તેઓ જલ્દી કોરોનામાંથી મુક્ત થઈને ઘરે પરત જઈ શકે.
જાણવા મળ્યું છે કે, બીજા પોઝિટિવ દર્દી, દર્દીનાં સગાં સંબંધી અને સ્વયંસેવકો માટે લાડવા બનાવી સેન્ટર પર દરેકનાં મોં મીઠું કરી વિદાય લીધી હતી. અત્યાર સુધીમાં આ સેન્ટર પર 223 જેટલા પોઝિટિવ દર્દીઓ આવી ચૂક્યા છે. જેમાંથી 183 લોકો સંપૂર્ણ સ્વસ્થ થઇને પોતના ઘરે જઇ ચૂક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.