લગ્નની ભીડ વરરાજાને પડી ભારે, કોરોના સંક્રમિત થતા સારવાર દરમિયાન નવમા દિવસે મોત, ન માણી શક્યો પોતાનું દાંપત્યજીવન

કોરોનાની બીજી લહેર ખુબ ઘાતક નીવડી છે. જેને લીધે કેટલાય કોરોનાગ્રસ્ત દર્દીઓને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જયારે બીજી લહેરમાં બેડ અને ઓક્સિજનની અછતને કારણે પણ કેટલા દર્દીઓ મોતને ભેટ્યા છે. ત્યારે આવા કોરોનાના કપરા કાળમાં પણ લોકો સરકાર દ્વારા આપવામાં આવેલી કોવિડ ગાઈડલાઈનનું પાલન કરતા નથી. જેની સજા તે લોકોને જ ભોગવવી પડે છે. ત્યારે આવો જ એક કોવિડ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતો કિસ્સો સામે આવ્યો છે.

ત્યારે હાલમાં જ એક રાજસ્થાનથી એક ઘટના સામે આવી છે. રાજસ્થાનમાં એક ઘટનામાં લગ્નના નવમાં જ દિવસે એક યુવકનું કોરોનાના સંક્રમણને કારણે મોત નીપજ્યું હતું. આ યુવકના લગ્ન સમારોહમાં કોવિડ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું અને લગ્ન સમારોહમાં મોટી સંખ્યામાં ભીડ ભેગી કરવામાં આવી હતી. જેને કારણે આ એકઠી કરવામાં આવેલ ભીડને કારણે તેમાંથી યુવકને ચેપ લાગ્યો હતો. જયારે યુવકને સારવાર હેઠળ પાલનપુરની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ લગ્ન થયાના નવમાં જ દિવસે તેમનું મોત થયું હતું અને યુવતી વિધવા બની હતી. આ લગ્ન સમારોહ ૩૦ એપ્રિલના રોજ ઉજવવામાં આવ્યો હતો.

બંને પરિવારે ખુબ જ મોટા પાયે લગ્ન સમારોહનું આયોજન કર્યું હતુ. કોરોનાની ખુબ જ ગંભીર પરિસ્થિતિ હોવા છતાં પણ કોવિડ ગાઈડલાઈનનું ભંગ કરીને મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. એટલું જ નહી લોકો આ લગ્ન સમારોહમાં માસ્ક પહેર્યા વગર આવ્યા હતા અને સાથે સામાજિક અંતરના પણ ધજાગરા ઉડ્યા હતા. જેને લીધે યુવક કોરોના સંક્રમિત થયો હતો અને નવ દિવસમાં તેમનું મૃત્યુ થયું હતું.

આ યુવકનું નામ શેતાન સિંહ હતું જે લગ્ન કર્યા બાદ જયારે 1 મે ના રોજ ઘરે જાન પાછી આવ્યા બાદ નવવધુ સાથે ઘરપ્રવેશની વિધિ પૂરી કરી હતી. લગ્નના બીજા જ દિવસે આ નવવિવાહિત યુવકની તબિયત અચાનક જ લથડી હતી. યુવકની હાલત અત્યાર ગંભીર જણાતા તેમને તાત્કાલિક જ નજીકની સ્થાનિક હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે જાણ થઈ કે યુવક કોરોના સંક્રમિત છે અને તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ છે. પહેલા તો ઘરે સારવાર લેવામાં આવી પરંતુ હાલત વધુ ખરાબ થતા તેમને આખરે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

શેતાન સિંહનું સુગર લેવલ 600 ની ઉપર જતું રહ્યું હતું. જેને લીધે તેના પર કોઈ દવા અસર કરતી ન હતી. જેથી તેમની હાલતમાં કોઈ ફેર પડ્યો નહોતો. જયારે યુવકના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો ન થતા તેમને જાલોરથી સિરોહી અને ત્યારબાદ પાલનપુરની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખેસડવામાં આવ્યો હતો. જયારે પાલનપુરની હોસ્પિટલમાં તેની હાલતમાં સુધારો ન આવતા નવમાં જ દિવસે સાંજે તે યુવકનું કોરોનાને લીધે નિધન થયું હતું. શેતાન સિહે પોતાનું દામ્પત્ય જીવન માણ્યા જ વગર તેની પત્નીને વિધવા થવું પડ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *