ગુજરાત રાજ્યમાં આજકાલ અકસ્માતના કેસોમાં દિવસેને દિવસે વધારો જોવા મળ્યો છે. 50% લોકોનો અકસ્માતમાં જ મૃત્યુ પામતા હોય છે. એકબાજુ કોરોનાનું સંક્રમણ તો વધી જ રહ્યું છે ત્યારે બીજી બાજુ અનેક અકસ્માત પણ સર્જાઈ રહ્યા છે. આ દરમિયાન ફરીવાર એક અકસ્માત સામે આવો છે જેમાં એકસાથે 3 કાર એકબીજા સાથે અથડાઈ હતી.
જાણવા મળ્યું છે કે, બ્રાહ્મણવાડાથી ઊંઝા રોડ પર મંગળવારે એકસાથે 3 કારની એકબીજા સાથે ટક્કર થઈ હતી. આ દરમિયાન સદનસીબે જાનહાનિ ટળી હતી. આ ઉપરાંત આ જ રોડ પર અજાણ્યા વાહને એક બાઇક ચાલકને ટક્કર મરતા ગંભીર ઇજા પહોંચી હતી. ઊંઝા હાઇવેના છમાર્ગીય કામગીરીમાં ગમે ત્યારે વન-વે કરી નાખતાં વારંવાર અકસ્માત સર્જાતા હોવાનું સામે આવ્યું છે.
મંગળવારે બ્રાહ્મણવાડા હાઇવે પર GJ 05 RB 9673, GJ 01 RB 5650 અને GJ 01 KP 0088 એમ ત્રણ કાર એકબીજા સાથે ટકરાઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. તેમજ બ્રાહ્મણવાડા પાસે હાઇવેથી ગામના મહેશજી એન. ઠાકોર બાઇક (GJ 08 BA 9738) લઈ પસાર થતા હતા, ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારતાં તેને ગંભીર ઇજા થતાં મહેસાણા સારવાર અર્થે રીફર કરાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.