તમેં સફળતાની અલગ અલગ કહાની સાંભળી હશે કે જોઈ હશે. સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. મહેનત કરતા રહો એક દિવસ સફળતા જરૂર મળશે. ત્યારે અમુક લોકોની સફળતાની કહાની બીજા લોકો માટે ખુબ જ પ્રેરણાદાયી બને છે. આજે તમને આવી જ એક સફળતાનો કિસ્સો જણાવવા જઈ રહ્યા છે. જે મહિલા એક સમયે કોલસો વેચતા હતા અને હાલમાં બંગલામાં રહે છે અને મોંઘીદાટ કારમાં ફરી રહ્યા છે.
ગુજરાતના અમદાવાદ શહેરમાં જન્મેલા સવિતાબેન ખુબ જ ગરીબ પરિવારમાંથી આવે છે. સવિતાબેન દેવજીભાઈ પરમાર તે ઘરે ઘરે કોલસો વેચવા જતા એટલા માટે તે સવિતાબેન કોલસાવાળા નામથી જાણીતા છે. સવિતાબેન પરમાર દેશ-વિદેશમાં પોતે મેળવેલ સિદ્ધિને કારણે પ્રખ્યાત છે. તેને એક સમય એવો પણ આવ્યો હતો કે સવિતાબેન પરમાર ચાલીને ગલીએ ગલીએ ઘરે જઈને કોલ્ચો વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા અને આજે તેઓ કરોડપતિ બની ગયા છે.
જોકે સવિતાબેન પરમારે પોતાનું ગુજરાન ચલાવવા માટે અનેક જગ્યાએ કામ માટે દોડધામ કરી પણ સવિતાબેન ભણેલા ન હોવાથી તેમને કોઈ પણ જગ્યાએ કામ મળ્યું નહી. કામ ન મળતા સવિતાબેને દ્રઢ નિશ્વય કર્યો કે તે હવે પોતાની રીતે કામ કરશે. સવિતાબેનના માતા પિતા કોલસો વેચવાનું કામ કરતા હતા.તેમની સાથે સવિતાબેને પણ કોલસો વેચવાનું કામ શરૂ કર્યું. કોલસાની ફેકટરીમાંથી સળગેલા કોલસો લઈને તે ગલીએ ગલીએ ઘરે જઈને વેચવા લાગ્યા.
સવિતાબેનના પતિ અમદાવાદની મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં કંડક્ટરની નોકરી કરે છે. જોકે તેના પતિના પગારમાંથી પરિવારનું ગુજરાન ચલાવવું કઠીન હતું. ત્યારે સવિતાબેને નક્કી કર્યું કે આવી રીતે જીવન પસાર કરવું ખુબ મુશ્કેલ છે તેથી તેઓ આવી રીતે જીવન પસાર કરશે નહી.
જોકે ફેકટરીના માલિક સવિતાબેનને ખુબ જ હેરાન કરતા હતા. તો કેટલાય વેપારીઓ કહેતા કે આ તો એક દલિત મહિલા છે, ફેક્ટરીનો માલ લઈને ભાગી ના જાય. જોકે સવિતાબેને આ વાતમાં ધ્યાન ન આપ્યું અને તેઓએ હિંમત હાર્યા વગર પોતાનું કાર્ય શરૂ રાખ્યું. કોલસો લેતા ગ્રાહકોમાં વધારો થવાને કારણે ધીમે ધીમે નફો વધવા લાગ્યો. ત્યાર બાદ સવિતાબેન પરમારે એક નાનકડી દુકાન ખોલી.
સવિતાબેને દુકાન ખોલતાની સાથે જ થોડાક જ મહિનામાં તેમને નાના કારખાનાઓમાંથી ઓર્ડર આવવા લાગ્યા. ત્યારે એક દિવસે સિરામિક કંપનીએ મોટો ઓર્ડર આપ્યો હતો. ત્યારબાદ વર્ષ 1991માં સવિતાબેને સ્ટર્લિંગ સિરામિક્સ લિમિટેડ કંપનીની સ્થાપના કરી અને ત્યાર પછી તેમને ક્યારેય પણ પાછળ વળીને ન જોયું. હાલમાં આ કંપની સિરામિક્સ ઉત્પાદનોની નિકાસ કરે છે.
સવિતાબેન પરમારનું નામ દેશની સફળ મહિલાઓના લીસ્ટમાં સામેલ છે. પહેલા તો સવિતાબેન ગલીએ ગલીએ ઘરે જઈને કોલસો વેચતા એ સવિતાબેન આજે બીએમડબલ્યૂ, ઓડી અને મર્સિડીઝ જેવી મોંઘીદાટ ગાડીઓમાં ફરી રહ્યા છે. સાથે એક અભણ મહિલાએ દેશ વિદેશમાં ખુબ પ્રસિદ્ધી મેળવી છે. આ સમગ્ર કહાની પરથી કહી શકાય કે સતત મહેનત કરવામાં આવે તો સફળતા જરૂર મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.