કોરોનાના કાળા કહેરે ગુજરાત (Gujarat) રાજ્યને પોતાના ભરડામાં લીધુ છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ પણ મંડરાઇ રહ્યું છે. અંબાલાલ પટેલ દ્વારા ભારેથી-અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલ (ambalal patel) હવામાનને લઈને સતત આગાહી કરતા રહે છે. જોકે, તેની આગાહીઓ મોટા ભાગે સાચી સાબિત થાઈ છે. આ વખતે પણ અંબાલાલ પટેલે ગુજરાતમાં કઈ તારીખે કયા વિસ્તારમાં વરસાદ થશે તેની આગાહી (Weather Forecast) કરી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થવાની સંભાવના છે. જોઈએ તો 14 મેના રોજ લૉ પ્રેશર સક્રિય થવાની સંભાવના છે.
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં છેલ્લે એક મહિનામાં અનેક વખત વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. જેમાં કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યાં છે. તો અમદાવાદ સહિત વિવિધ વિસ્તારમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પણ પહોંચી ગયો હતો. બે-ત્રણ દિવસથી અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે કે, 16મી મે સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાની સંભાવનાઓ છે. જોકે, હજુ વાવાઝોડું સક્રિય થયું નથી. સક્રિય થયા બાદ કઈ દિશામાં ફંટાઈ શકે છે તેનો અંદાજ લગાવવામાં આવશે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થવાની સંભાવના છે. દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્રમાં ૧૪ મેની સવારથી સર્જાઇ રહેલું લો પ્રેશર ૧૬ મેના પૂર્વ-મધ્ય અરેબિયન સમુદ્રમાં સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઇને ઉત્તર-ઉત્તરપશ્ચિમ આગળ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર સક્રિય થયા બાદ વાવાઝોડામાં પણ પરિવર્તિત થવાની સંભાવના છે.
ગુજરાત ના હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 14 મેના રોજ દાહોદ, તાપી, ડાંગ, ભાવનગર, અમરેલી, કચ્છમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત હળવાથી મધ્યમ વરસાદની ધારણા કરવામાં આવી છે. આ દરમિયાન ગુજરાત માં બુધવારે 41.1 ડિગ્રી સાથે અમદાવાદ, સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.
તૌક્તે વાવાઝોડા દ્વારા ગુજરાતના દરિયાકાંઠે નુકશાન ન થાય તે માટે રાજ્ય સરકારે તેની સામે એકશન પ્લાન ઘડયો છે. રાજ્ય ના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ બાબતે જણાવ્યું કે, માછીમારોને દરિયા પાસે થી દુર સૂચના અપાઇ છે. તેની ઉપરાંત દરિયાકાંઠે રહેતાં લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરાઇ છે. કચ્છ અને સૌરાષ્ટ્ના દરિયાકાંઠે એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવશે. ગાંધીનગરમાં એક કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવનાર છે. જ્યાંથી તૌક્તે વાવાઝોડા પર સીધી નજર રાખવામાં આવશે. એટલું જ નહીં, કચ્છ-સૌરાષ્ટ્રના કલેક્ટર સહિતના સ્થાનિક તંત્રને જરૂરિયાત મુજબ સીધી સૂચનાઓ પણ અપાશે.
અહી ક્લિક કરીને જુઓ લાઈવ વાવાઝોડાના દર્શ્યો. https://www.windy.com/?9.963,79.939,3
રાજ્યમાં એપ્રિલ મહિનામાં અંતમાં જ ચોમાસની અસર શરૂ થઈ ગઈ છે. વારંવાર થઈ રહેલા થન્ડરસ્ટોર્મના કારણે ખુબ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થવાની સંભાવના છે. જોઈએ તો 14 મેના રોજ લૉ પ્રેશર સક્રિય થવાની સંભાવના છે.
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં છેલ્લે એક મહિનામાં અનેક વખત વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. જેમાં કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યાં છે. તો અમદાવાદ સહિત વિવિધ વિસ્તારમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પણ પહોંચી ગયો હતો. બે-ત્રણ દિવસથી અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે કે, 16મી મે સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાની સંભાવનાઓ છે. જોકે, હજુ વાવાઝોડું સક્રિય થયું નથી. સક્રિય થયા બાદ કઈ દિશામાં ફંટાઈ શકે છે તેનો અંદાજ લગાવવામાં આવશે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ‘આ વાવાઝોડું આગામી 20 મેના ઉત્તર ગુજરાત અથવા કચ્છમાંથી પસાર થાય તેની સંભાવના છે. વર્ષ 2021નું આ સૌપ્રથમ વાવાઝોડું છે અને મ્યાંમાર દ્વારા તેને ‘તોકતે’ નામ આપવામાં આવ્યું છે. જોકે, આ વાવાઝોડા કઇ દિશામાં આગળ વધશે તેને લઇને હજુ અસ્પષ્ટતા છે.
અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થવાની સંભાવના છે. દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્રમાં ૧૪ મેની સવારથી સર્જાઇ રહેલું લો પ્રેશર ૧૬ મેના પૂર્વ-મધ્ય અરેબિયન સમુદ્રમાં સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઇને ઉત્તર-ઉત્તરપશ્ચિમ આગળ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર સક્રિય થયા બાદ વાવાઝોડામાં પણ પરિવર્તિત થવાની સંભાવના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.