કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈ અજય તોમરે સુરતીલાલાઓને આપી ચેતવણી!- નિયમોનું પાલન ન કર્યું તો…

Published on: 11:57 am, Thu, 8 April 21

સતત વધતાં જતાં સંક્રમણની વચ્ચે રાજ્યના કેટલાંક શહેરોમાં ખાસ કરીને તો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં રાત્રી કર્ફ્યુના સમય મર્યાદામાં વધારો કરી દેવામાં આવ્યો છે. કોરોનાના સતત વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને લોકોની સુરક્ષા માટે તકેદારીના ભાગરૂપે સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અજય તોમર દ્વારા એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

જેમાં તા.૭/૪/૨૦૨૧ થી લઈને તા.૩૦/૪/૨૦૨૧ સુધી રાત્રીના 8 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધી શહેરના કમિશ્નરેટ વિસ્તારના રહેવાસીઓએ પોતાના રહેણાંક મકાનની બહાર નીકળવા અથવા તો કોઈપણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, પેટાગલીઓમાં અને જાહેર સ્થળો ઉપર ઉભા રહેવા અથવા તો પગપાળા કે વાહનો મારફતે હરવા ફરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

જે પહેલાંના ૩૧/૩/૨૦૨૧ના જાહેરનામા પ્રમાણેની કેટલીક છુટછાટો યથાવત જ રહેશે. વધુમાં નીચે પ્રમાણેનાં પ્રતિબંધાત્મક નિયમોનું પાલન કરવાનું રહેશે. તા.૧૦/૪/૨૦૨૧ થી લઈને લગ્ન/સત્કાર સમારોહમાં બંધ અથવા તો ખુલી જગ્યામાં 100 થી વધારે લોકોને એકત્ર કરી શકાશે નહી. આની સાથે જ કરફયુના સમયના કલાકો દરમિયાન શહેર વિસ્તારમાં લગ્ન/સત્કાર સમારંભ અથવા તો અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરી શકાશે નહી.

જયારે તા. ૩૦/૪/૨૦૨૧ સુધી રાજકીય, સામાજિક તથા અન્ય મેળાવડા પર પણ સંપૂર્ણપણે પ્રતિબંધ જળવાયેલો રહેશે. આની સાથે જ કોઈ પણ કાર્યક્રમોમાં 50થી વધુ લોકો એકત્ર કરી શકાશે નહી. શહેરની ખેત ઉત્પાદન બજાર સમિતિએ પણ કોવિડ-૧૯ની માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવું પડશે. હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.