કાળમુખા કોરોનાએ ગુજરાતના કેટલાય શહેરોને પોતાના ભરડામાં લીધા છે, ગુજરાતની મોટાભાગની હોસ્પિટલોમાં આજે બેડ માટે દર્દીઓ તરસી રહ્યા છે. આજે મોટાભાગના ઘરોમાં કોરોના ઘર કરી ગયો છે. કોઈના પિતા તો કોઈના માતા આજે એક એક શ્વાસ માટે લડી રહ્યા છે. આ દરમિયાન રાજકોટ શહેરના સરધાર નજીક ઉમરાળી ગામમાં આહિર પરિવારના ત્રણ-ત્રણ સભ્યોના કોરોનામાં અવસાન થતા પરિવાર પર આભ તૂટી પડયું હોઈ તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગામના દેવરાજભાઈ ભાનુભાઈ હેરભાની પ્રેગનન્ટ દીકરી શીતલબેનને કોરોના થયો હતો. તે શીતલબેન બાળકને જન્મ આપ્યો અને ચાર દિવસ બાદ તેનું જ અવસાન થયું હતું. આથી 4 દિવસનો દિકરો માતા વિહોણો બની ગયો પૌત્રીના અવસાનથી આઘાતમાં સરી પડેલા દાદા ભાનુભાઈ ગોવિંદભાઈ હેરભાનું પણ નિધન થયું હતું. બાદમાં ભાનુભાઇના નાના દિકરા ભરતનું પણ કોરોનામાં મોત થતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
એક અઠવાડિયામાં દાદા-પૌત્રીના મોત
આ એક જ અઠવાડીયામાં દાદા-પૌત્રી અને બાદમાં ચાર-પાંચ દિવસ પછી તેના પુત્ર ભરતનું પણ કોરોનાના કારણે અવસાન થતા પરિવારે થોડા જ દિવસમાં એક ઘરના ત્રણ-ત્રણ સભ્યને ગુમાવવાનો વારો આવ્યો છે. આમ એક જ પરિવારમાં ટૂંકા સમય માં ત્રણ-ત્રણ સભ્યોના અવસાનથી નાના એવા ઉમરાળી ગામમાં દુઃખ નું વાતાવરણ છવાઈ ગયું છે. ગામમાં વસતા તમામ સમાજના લોકોમાં શોક છવાઈ ગયો છે. જેના સમાચાર સોશિયલ મીડીયાના માધ્યમથી સરધાર પંથકના ગામડાઓમાં પ્રસરતા સમગ્ર સરધાર પંથકનો ગ્રામ્ય વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો છે. હેરભા પરિવાર ઉપર આવી પડેલી કોરોનારૂપી આફતમાં કુદરત દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી લોકો ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યાં છે.
એક દિવસના અંતરે મોતને ભેટેલું ઠુંમર દંપતી.
આ ઉપરાંત, 11 એપ્રિલે ગોંડલ શહેરના જેતપુર રોડ ઉપર મેલડી માતાજીના મંદિર પાસે પાર્થ સ્કૂલ નજીક રહેતા અને સરદાર પાન નામે દુકાન ધરાવતા જિતેન્દ્રભાઈ જેરામભાઇ ઠુંમર (ઉં.વ.45) અને તેમનાં પત્ની વસંતબેન એક સપ્તાહથી કોરોનાની ઝપટે ચડી ગયાં હતાં. બંનેએ સરકારી-ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હતી, પરંતુ તબિયતમાં સુધારો ન થતાં જામનગર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયાં હતાં. 10 એપ્રિલે વસંતબેનનું મૃત્યુ થયું હતું અને 11 એપ્રિલે જિતેન્દ્રભાઇનું મૃત્યુ થતાં પુત્ર-પુત્રીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવતાં ઠુંમર પરિવાર શોકમગ્ન બન્યો હતો.
ગોંડલમાં SRP જવાન પિતા-પુત્રી અને પુત્રનું મોત
અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા પણ રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરના એસ.આર.પી. કોન્સ્ટેબલ જિતેન્દ્ર સૂર્યવંશી, તેનાં પિતા તથા બહેનનાં કોરોનાને કારણે એક જ દિવસે મોત થયાં છે, જેને પગલે SRP કેમ્પમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પિતા-પુત્રી અને પુત્રનું અલગ અલગ રાજ્યમાં મોત થયાં છે. જિતેન્દ્ર સૂર્યવંશીનું તામિલનાડુમાં, જ્યારે તેના પિતા અને બહેનનું મહારાષ્ટ્રમાં મોત થયાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.