ગુજરાતમાં કોરોના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. જેને ઘટાડવા માટે સતત નવા નવા પર્યોગો કરવામાં આવી રહ્યા છે. સમાજવાદી સંસ્થાઓ દ્વારા પોતાના ખર્ચે આઇસોલેશન સેન્ટર બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના સુરતના પરવત પાટીયા ખાતે બનાવવામાં આવેલ મોદી આઇસોલેશન સેન્ટરમાં દર્દી અને ડોક્ટર વચ્ચે ભાવુક દૃશ્યો સર્જાયા હતા. પહેલાં ઘરે જવા તૈયાર ન થનાર મહિલા ડોક્ટરોની સમજાવટ બાદ ઘરે પરત ફરી રહેલા મહિલા દર્દીએ મહિલા તબીબને અશ્રુથી છલકાતી આંખોથી કહ્યું કે, તું તારી માતાની નહીં અમારી સૌ કોઈની દીકરી છે, ડોક્ટરે માતાની જેમ દર્દીના પગ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા.
સુરત શહેરના પર્વત પાટિયા મોદી કોવિડ કેર સેન્ટરમાં મહિલા અને મહિલા તબીબ વચ્ચે ‘મા દીકરી’ જેવો લાગણીસભર દૃશ્ય ઉભા થયા હતા. હાલમાં કોરોના પોઝિટિવ થયા બાદ લોકો સારવાર લેવા માટે હોસ્પિટલમાં કે આઇસોલેશન સેન્ટરમાં જતાં ડરી રહ્યા છે. આવા ડરભર્યા માહોલમાં સુરતમાં કંઈક અલગ જ દૃશ્યો સામે આવી રહ્યા છે. કોરોના પોઝીટીવ હોવાના કારણે આઇસોલેશન સેન્ટરમાં સારવાર લેવા માટે ગયા હતા. જ્યાં તેમને પોતાની માતાની જેમ સેવા ચાકરી કરવામાં આવી હરી હતી. જેના કારણે સાજા થયા બાદ પણ ઘરે જવા માટે પણ તૈયાર નથી થતા એની પાછળનું કારણ છે, દર્દીઓને મળતી હૂંફ, પ્રેમ અને વાત્સલ્ય જેના કારણે તેઓ તેમનાથી જાણે દૂર જવા નથી ઇચ્છતા.
મળતી માહિતી અનુસાર, લતાબેન હડિયા કોરોના સંક્રમિત થયા બાદ મોદી કોવિડ કેર સેન્ટરમાં સારવાર લેવા આવ્યા હતા. તેમની તબિયત પરિસ્થિતિ ગંભીર હતી. તેમનું ઓક્સિજન લેવલ ખૂબ જ ઓછું હતું. તેના કારણે તેઓ ખૂબ ભયભીત હતા. પરંતુ એથી પણ સૌથી વધુ અકળાવનારી તેમના માટે જો કોઇ બાબત હતી તે કે તેમના પરિવારના લોકો પણ તેમની નજીક આવતા ડરતા હતા. એવા સમયે આઇસોલેશન સેન્ટરના ડોક્ટરો દ્વારા તેમને સંપૂર્ણ સારવાર આપવામાં આવી, તમામ ઇન્જેક્શનો મૂકવામાં આવ્યા અને અંતે તેમણે કોરોનાને પછાડી સાજા થઈ ગયા હતા. પરંતુ સૌને આશ્ચર્ય તો ત્યારે થયું કે તેમનો ડિસ્ચાર્જનો સમય થઈ ગયો ત્યારે ડોક્ટર તેમના ડિસ્ચાર્જ કરવા માટે ગયા ત્યારે તેમણે ડિસ્ચાર્જ થવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો અને તેમણે હજી રહેવું છે પ્રકારની તેમણે વાત કરી હતી.
ડોક્ટરોને લતાબહેનને ખૂબ સમજાવ્યા બાદ પણ તેઓ પોતાના ઘરે જવા તૈયાર થયા ન હતા. બીજે દિવસે ફરીથી ડોક્ટરની ટીમ દ્વારા તેમને સમજાવવામાં આવ્યા કે તેઓ સાજા થઇ ગયા છે અને તેમના ઘરે પરત જઇ શકે છે. ત્યારે લતાબેનની આંખો પ્રેમ અને આભારની અનુભૂતિ સાથેના ડોક્ટરને ગળે ભેટી પોતાની લાગણી વ્યક્ત કરી હતી. જે સમયે મારા પરિવારના લોકો પણ મારી પાસે આવતા ગભરાતા હતા. તમે મને પોતાની માતાની જેમ સારવાર આપી છે. તમારું હું ઋણ કેવી રીતે ચૂકવી શકીશ. પોતાના પરિવાર નથી કરી શકતા તે તમે કોઈ પણ સ્વાર્થ રાખ્યા વગર કર્યું છે. તે હું મારા જીવનમાં ક્યારેય નહીં ભૂલ શકીશ.
આ સમગ્ર ઘટના અંગે ડોક્ટર પૂજા સહાનીએ જણાવ્યું કે, છેલ્લા ઘણા દિવસોથી અમને એવા ઘણા અનુભવો થઇ રહ્યા છે કે, આઇસોલેશન સેન્ટરમાં વડીલો જ્યારે સારવાર લેવા આવી રહ્યા છે બાદમાં સાજા થઇ ગયા હોવા છતાં ડિસ્ચાર્જ લેવા તૈયાર નથી. મોટાભાગના દર્દીઓ ડિસ્ચાર્જ લેવાની ના પાડે છે. આઇસોલેશન સેન્ટર જાણે સારવાર આપવાનો નહીં પરંતુ આત્મીયતા અને લાગણી આપવાનું કેન્દ્ર બની ગયું છે.
લતાબેનની આંખોમાં આંસુ જોઈને અમે તમામ સ્ટાફ પણ પોતાની લાગણી છુપાવી નહોતા શક્યા. તેમણે જ્યારે મને કહ્યું કે તું માત્ર તારી માતાની દીકરી નથી અમારા સૌ કોઈ દીકરી છે. હું એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર માતા તરીકે તેમના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લેવામાં જરા પણ સંકોચ રાખ્યો નહીં. આખરે દર્દીઓના આશીર્વાદ જ અમારા માટે અમૂલ્ય મૂડી સમાન બની રહ્યા છે. અત્યાર સુધીના અનુભવ પરથી મારું એક તારણ એવું છે કે કોરોના ગ્રસ્ત દર્દીઓ ને મેડીકલ સહાય ની તો જરૂર છે પણ સાથોસાથ આત્મીયતા અને હૂંફની વધુ જરૂર વર્તાઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.