હાલમાં સમગ્ર દેશમાં ભાજપનું શાસન કાલી રહ્યું છે. આ દરમ્યાન ભાજપ શાશન ભ્રષ્ટાચાર નો પર્યાય છે જેનો પ્રતીતિ કરાવતો કિસ્સો તાજેતરમાં ઊંઝા માંથી બહાર આવ્યો છે. જેમાં ઊંઝા મામલતદારના એટીવીટી કેન્દ્રમાં એજન્સીના કર્મચારી દ્વારા ઇ-સ્ટેમ્પ ના મૂળ કિંમત કરતાં વધારે નાણાં ઉઘરાવવાનું કૌભાંડ ઊંઝાના જાગૃત અને કાર્યક્ષમ યુવા નગરસેવક ભાવેશ પટેલે ઝડપી પાડ્યું છે. ઇ-સ્ટેમ્પિંગ ના વધુ નાણાં ઉઘરાવવાનું આ કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું ? કોના આશીર્વાદથી ચાલતું હતું ? તે એક મોટો યક્ષપ્રશ્ન છે.
અવાર-નવાર નાના-મોટા કોભાંડો સામે આવતા રહે છે. ત્યારે આજરોજ આવું જ એક કોભાંડ સામે આવ્યું છે. ઊંઝા નગરપાલિકાના સૌથી નાની વયના યુવા કોર્પોરેટર ભાવેશ પટેલના જણાવ્યા મુજબ તેમણે જ્યારે ઊંઝા મામલતદાર કચેરીમાં આવેલ એટીવીટી વિભાગની મુલાકાત લીધી ત્યારે તેમને જાણવા મળ્યું કે ઈ-સ્ટેમ્પીંગ આપનાર ATVT એજન્સીના કર્મચારી દ્વારા મૂળ કિંમત કરતાં વધુ નાણાં પડાવવામાં આવી રહ્યાં હતાં. 50 રૂપિયાના ઈ-સ્ટેમ્પીંગ ના 80 ઉઘરાવવામાં આવતા હતા. જેની જાણ થતાં જ ભાવેશ પટેલે સમગ્ર મામલે મામલતદારને ફરિયાદ કરી હતી. જેથી મામલતદારે એજન્સીના આ કર્મચારીને બોલાવીને ઠપકો આપ્યો હતો.
અપક્ષના નગર સેવક ભાવેશ પટેલે ઇ-સ્ટેમ્પિંગ ના વધુ નાણાં પડાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ અરજદારોને તેમના પૈસા પાછા આપવામાં આવ્યા હતા. જોકે મામલતદાર દ્વારા એજન્સીના આ કર્મચારીને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. પરંતુ સવાલ એ થાય છે કે કોના આશીર્વાદથી આવા કર્મચારીઓમાં લોકો પાસે ઈ-સ્ટેમ્પીંગ ના મૂળ કિંમત કરતાં વધુ નાણાં પડવાની હિંમત આવતી હોય છે એ પ્રશ્ન ને લઈને અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.
અત્રે ઉલેખનીય છે કે, ઊંઝા મામલતદાર કચેરીમાંથી સમય અગાઉ ગુજરાતનું સૌથી મોટું રાશન કૌભાંડ ઝડપાયું હતું. આ રાશન કૌભાંડ ઝડપી પાડનાર પોલીસ ઈન્સ્પેકટરની બઢતી આપીને બદલી કરી દેવામાં આવી હતી. તેમજ આ રાશન કૌભાંડ ના જવાબદાર અધિકારીઓ સામે પણ કોઈપણ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા ન હતા. એટલું જ નહીં પરંતુ પ્રધાનમંત્રી કાર્યાલય સુધી ઊંઝા મામલતદાર કચેરીની ફરિયાદ પહોંચી હતી પરંતુ તેનું કોકડું વળી દેવામાં આવ્યું હતું ત્યારે તાજેતરમાં વધુ એક ઇ-સ્ટેમ્પિંગ કૌભાંડ ઝડપાતા અનેક સવાલો ઉઠયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.