તોક્તે વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશીને પોતાની અસર દેખાડી રહ્યું છે. રાજ્યમાં સુરત, અમરેલી, અમદાવાદ, ઉના, નવસારી દરેક વિસ્તારોમાં ખુબ જ ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. અમુક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા તો અમુક જગ્યાએ મકાન પડી ગયા. તોક્તેએ સમગ્ર ગુજરાતમાં તબાહી મચાવી મૂકી છે. આ દરમિયાન સુરતના કાપોદ્રા વિસ્તાર પાસે આવેલ રચના સર્કલ પાસે આ મોટું જબ્બર પતરું ઉડી ગયું હોવાનો વિડીયો સામે આવ્યો છે.
સુરત શહેરમાં તાઉ-તે વાવાઝોડાને કારણે સવારથી વરસાદ શરૂ થયો હતો. સુરત શહેરમાં વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ ખાબક્યો હતો. શહેરના રાંદેર ઝોન,અઠવા ઝોન વિસ્તારમાં ગઇકાલથી જ આગાહી કરવામાં આવી હતી કે, ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે એ મુજબ જ આજે વહેલી સવારથી ભારે વરસાદ થયો હતો. ઘણી જગ્યાએ ભારે પવનના કારણે એપાર્ટમેન્ટના પાર્કિંગના પતરાના શેડ ઉડ્યા હતાં. ઉપરાંત એક રિક્ષા પર વૃક્ષ પણ પડ્યું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.
અઠવા ઝોન વિસ્તારમાં પણ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતાં. નીચાણવાળા રસ્તા નદીમાં ફેરવાયેલા દેખાયા હતાં. મે મહિનામાં સુરતના રસ્તા ઉપર આ રીતે પાણી ફરી વળેલા દ્રશ્યો પહેલીવાર જોવા મળ્યા હતાં. રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભારે હાલાકી પડી હતી તો બીજી તરફ ઘણા બધા વાહનો પાણીના ભરાવાના કારણે ખોટકાઈ ગયેલા પણ નજરે ચડયા હતા.
હાલ અમદાવાદમાં વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડું અમદાવાદમાંથી પસાર થયા બાદ ઉત્તર ગુજરાત તરફ જશે. આ ઉપરાંત ગાંધીનગરમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગ પ્રમાણે અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું ‘તાઉ’તે’ વાવાઝોડું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે. તેમ છતાં ગુજરાતમાં હજુ પણ વાવાઝોડાની અસર જોવા મળશે. આગામી 24 કલાક રાજ્યના વિવિધ વિભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.