આજકાલ આત્મહત્યાના કેસોમાં દિવસેને દિવસે વધારો જોવા મળ્યો છે. લોકો નાની નાની વાતને લઈને આત્મહત્યા જેવું મોટું પગલું ભરતા હોય છે. આ દરમિયાન એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલાએ સાસરિયાઓથી કંટાળીને તેના બે બાળકો સાથે આત્મહત્યા કરી લીધી હતી.
જાણવા મળ્યું છે કે, ધાનપુર તાલુકામાં આવેલા ઘોડાઝર ગામની 32 વર્ષીય પરિણીતાને તેના પતિ તથા સાસુ-સસરા ખુબ ત્રાસ આપતા હતા. તેનાથી કંટાળીને તેના બે સંતાનો સાથે લીમખેડાના બાર ગામે એક કુવામાં ઝંપલાવી સામુહિક આત્મહત્યા કરી લેતા શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી મિતિ મુજબ. લીમખેડા તાલુકામાં આવેલા રઈ ગામના ધાણકિયા ફળિયામાં રહેતા ધીરસિંગભાઈ નાનાભાઈ ધાણકિયાની પુત્રી ટીનાબેનના લગ્ન ધાનપુર તાલુકાના ઘોડાઝર ગામના રાજેશ શંકર ચૌહાણ સાથે જ્ઞાતિના રીત રિવાજ મુજબ થયા હતા. તેમના સુખી દાંપત્યજીવનમાં તેમને બે સંતાનો હતા. જેમાં 6 વર્ષનો નિકુંજ અને અઢી વર્ષની એક દીકરી મહેશ્વરી હતા.
થોડાક વર્ષો તેમનો ઘરસંસાર એકદમ સારી રીતે ચાલ્યો પરંતુ ત્યારબાદ ટીનાબેનને તેનો રાજેશ શંકર ચૌહાણ તથા તેના સસરા શંકર ચંદ્રસિંહ ચૌહાણ, સાસુ સોકલીબેન ચૌહાણ ત્રણેય ભેગા મળીને શારીરિક અને માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા.
આવા અસહ્ય ત્રાસથી કંટાળીને ગઈકાલે સવારે ટીનાબેન સાસરીમાંથી તેના બે સંતાનો સાથે ઘરેથી ક્યાંક નીકળી ગઈ હતી. તે પિયરમાં જવાના રસ્તા ઉપર આવેલા લીમખેડા તાલુકાના બાર ગામે પહોંચી અને એક ઉંડા કુવામાં તેના 6 વર્ષનો પુત્ર નિકુંજ અને અઢી વર્ષની પુત્રી મહેશ્વરી બંને સાથે કુવામાં ઝંપલાવી જીવન ટુંકાવી લીધું હતું. પતિ અને સાસુ-સસરાના અસહ્ય ત્રાસથી કંટાળીને તેના બે સંતાનો સાથે માતાના સામુહિક આપઘાતથી તાલુકામાં હોબાળો મચી જવા પામ્યો છે.
આ બનાવ અંગે મૃતક ટીનાબેનના પિતા ધીરસીંગભાઇ નાનાભાઈ ધાણકિયા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના પગલે લીમખેડા પોલીસ દ્વારા તેના પતિ રાજેશ તથા સસરા શંકરભાઈ અને સાસુ સોકલીબેન વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આવા અનેક બનાવો સામે આવતા હોય છે જેમાં શારીરિક કે માનસિક ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લોકો જીવન ટૂંકાવી લેતા હોય છે. મોટા ભાગના લોકો તેમનો જીવ આત્મહત્યામાં ગુમાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.