છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ઇંગ્લેન્ડમાં રમાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન એક મહિલા પાકિસ્તાનના સમર્થનમાં નારા લગવાતી જોવા મળે છે. આ મહિલા પાકિસ્તાના સમર્થક ચૌધરી અબ્દુલ જલીલ ચાચા સાથે સેલ્ફી પડાવતી પણ નજરે ચડે છે. યુવતી પાકિસ્તાનનું સમર્થન કરવા આવેલા કાકાને કહે છે કે તે મૂળ અમદાવાદની વતની છે અને તેમની નાનપણની ચાહક છે. આ યુવતીનો વીડિયો કેનેડાના વતની અને જાણીતા પત્રકાર અને લેખક તારીક ફતેહે શેર કર્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર વિવાદ છંછેડાયો છે. જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ મુદ્દે તપાસ શરૂ કરી હોવાના અહેવાલો છે.
https://twitter.com/TarekFatah/status/1146416171136294912?s=20
તારીક ફતેહે શેર કરેલા વીડિયોના 5800થી વધુ રીટ્વીટ મળ્યા છે. જ્યારે 5,000થી વધુ કોમેન્ટ આ વીડિયો પર થઈ છે. રિપ્લાય કરનારા લોકો મહિલાની તારફી પણ કરી રહ્યાં છે તો કેટલાક લોકો તેને પાકિસ્તાન મોકલવાની સલાહ પણ આપી રહ્યાં છે.
વીડિયોમાં આ મહિલા સ્ટેડિયમમાં બેસેલા પાકિસ્તાની ચાહકોની કહી રહી છે કે તેનો જન્મ અમદાવાદ થયો છે. અબ્દુલ જલીલ કહે છે કે હું ચાર વાર અમદાવાદ આવ્યો છું. અબ્દુલ જલીલ કહે છે કે આ મારી દીકરી જેવી છે તેના માટે તાળીઓ પાડો. ત્યારબાદ મહિલા ફરીથી નારા લગાવે છે કે ‘જીતેગા ભાઈ જીતેગા.. પાકિસ્તાન જીતેગા..’ મહિલા એવું પણ કહી રહી છે કે હિંદુસ્તાનની સામેની મેચ પણ પાકિસ્તાન જ જીતશે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ નારાઓ અંગે તપાસ હાથ ધરી છે :
વીડિયોમાં જે પ્રમાણે ખેલાડીઓની જર્સીના કલર જોવા મળે છે તેના આધારે કહી શકાય કે આ વીડિયો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચનો છે. આ વીડિયોની ખરાઈ નથી થઈ પરંતુ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહિલાની ઓળખ શરૂ કરી તપાસ હાથ ધરી છે. આ મહિલા અમદાવાદની રહેવાસી હોય તેવી શક્યતા છે પરંતુ હાલમાં બ્રિટેનમાં સ્થાયી છે. જો તેના પર કોઈ કાયદાકીય કાર્યવાહી થાય તો પણ તેના પર બ્રિટેનના નિયમો લાગી શકે છે પરંતુ હાલમાં તો આ વીડિયોમાં જોવા મળતી મહિલા ખરેખર અમદાવાદની છે કે નહીં તેની પુષ્ટી થઈ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.