સર્જાયો ચમત્કાર- મહાવીર ભગવાનના લલાટમાં સૂર્યદેવએ કર્યું “સૂર્યતિલક” જુઓ કેવો સર્જાયો અદ્ભુત નજારો

દરવર્ષે અમદાવાદ-ગાંધીનગર હાઈવે સ્થિત મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં થઇ ચમત્કારી અલૌકિક ખગોળીય ઘટનાના દર્શન કરવા લાખો ભક્તોની ભીડ ઉમટે છે. આજે પણ એજ પરમ પવિત્ર દિવસ છે કે જયારે આ ઘટનાને નિહાળવા સેંકડો ભક્તો રાહ જોઈ રહ્યા હતા ત્યારે મહામારીના સમયમાં ભીડ ભેગી ન કરીને દરેક ભક્તોએ ઓનલાઈન જ દર્શન કર્યા હતા. આજના દિવસે એટલે કે તારીખ 22 મે ના રોજ કોબા ખાતે આવેલા મહાવીર જૈન આરાધના ભવનમાં બપોરના 2 વાગ્યાને 7 મીનીટે સૂર્ય તિલકની ચમત્કારી અલૌકિક ખગોળીય પ્રસંગ બન્યો હતો.

છેલ્લા કેટલાય વર્ષોથી સેંકડો ભક્તો આ પ્રંસગનો લાભ લઇ રહ્યા છે, વર્ષ 1987થી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં આ અલૌકિક ખગોળીય ઘટના ઘટી રહી છે. તમને જણાવી દઈએ કે, આ અદભુદ નજરો ભગવાન મહાવીર સ્વામીના ભાલે(કપાળ પર) જોવા મળે છે. કહેવાય છે સ્વામીના ભાલે સૂર્ય તિલકનો અદભૂત નજારો નિહાળવા વર્ષોથી અહિયાં લાખો ભક્તો આવે છે. પરંતુ હાલના સમયને ધ્યાનમાં રાખી આજે દરેક ભક્તોએ ઓનલાઈન જ દર્શન કર્યા છે. ગુચ્છાધિરાજ આચાર્યદેવ કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજના કાળધર્મ દિવસની પુણ્યસ્મૃતિમાં દરવર્ષે આજની તારીખે એટલે કે, 22 મે ના રોજ બપોરના 2:07 વાગ્યે મહાવીરલય જિનપ્રસાદના શિખરમાંથી સૂર્યના કિરણ તીર્થના મૂળનાયક મહાવીર સ્વામીના ભાલ પર દેખાય આવે છે.

આજનો પરમ પવિત્ર દિવસ ‘ગુરુ સ્મૃતિ’નો દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને આચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.નો કાળધર્મ થયા પછી તેઓને 22 મે ના રોજ બપોરના 2:07 વાગ્યે મુખાગ્નિ આપવામાં આવી હતી. ત્યારપછી રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણા થઈ હતી કે, ગુરુ મહારાજની હરહંમેશ સ્મૃતિ રહે અને લાખો ભક્તો પણ આ દિવ્ય સ્મૃતિને યાદ રાખે, તેના કારણે તેમની પ્રેરણાથી આ કાર્યનું નિર્માણ થયું છે. નિશ્ચિત દિવસે અને નિશ્ચિત સમયે જ ભગવાન મહાવીરની પ્રતિમા પર સૂર્યતિલક થાય તેવો આ અદ્ભુત બનાવ સંભવત: જ માત્ર કોબા જૈન તીર્થ ખાતે જ દેખાઈ આવે છે. આ વર્ષે પણ રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા. સહિત અન્ય સાધુ સાધ્વીજી આ દિવ્ય પ્રસંગે ઉપસ્થિત રહેશે.

તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાય વર્ષોથી આ ઘટના સર્જાઈ રહી છે પંરતુ કોઈ દિવસ કોઈ વાદળ કે કોઈ પણ પ્રાકૃતિક આપદાને કારણે સૂર્યતિલક ન થયું હોય તેવો પ્રસંગ આજસુધી બન્યો નથી. આ પ્રસંગે એક દિવસ એવું પણ થવા પામ્યું હતું કે, આજે આ પ્રસંગ બનશે જ નહિ. તેનું એકમાત્ર કારણ હતું એ દિવસે આખો દિવસ વાદળો રહ્યા હતા પરંતુ તે દિવસે [પણ અદ્ભુત ચમત્કાર સર્જાયો હતો. આખો દિવસ વાદળો હતા પરંતુ બપોરના 2:05 થતાની સાથે જ બધા વાદળો વિખાઈ ગયા હતા અને સૂર્યના કિરણોથી તિલક થયું હતું. આ પ્રસંગના આજે કેટલાય લોકો સાક્ષી પુરાવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, આ કોઈ ચમત્કાર નથી પરંતુ શિલ્પ શાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રના સમન્વયથી સર્જાતી એક ઘટના છે. રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીની પ્રેરણાથી ગણિતજ્ઞ અરવિંદસાગરજી મહારાજ સાહેબ અને અજયસાગરજી મહારાજ સાહેબે શિલ્પ-ગણિત અને જ્યોતિષ શાસ્ત્રના સમન્વયથી આ દેરાસરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જૈનાચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજની સ્મૃતિ કાયમી રહે એ કારણોસર આજનો દિવસ અને સમય પસંદ કરવામાં આવ્યો હતો.

અહિયાં જે ચમત્કાર સર્જાઈ રહ્યો છે, તેનું એક માત્ર કારણ છે આ દેરાસરનું નિર્માણ. સૂર્યની ગતિ તો નિશ્રિત જ છે અને સાથે સાથે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પણ સૂર્ય ક્યારેય વક્ર ગતિ નથી કરતો તે અનુસાર પણ ચોક્કસ સમયે એવી રીતે દેરાસરનું નિર્માણ થયું છે. આ કારણોસર જ આજની તારીખે બપોરના 2.07  વાગ્યે સૂર્યનું કિરણ ભગવાન મહાવીર સ્વામીના ભાલતિલક પર પ્રકાશી ઉઠે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *