હાલ હરિયાણા સરકાર દ્વારા ખેડૂતોને આંદોલન કરતા જોઈને હિસારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સરકાર તરફથી RAFના 3 હજાર જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે, ગઈ નવેમ્બરે કેન્દ્રના નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન દરમિયાન 300થી વધારે ખેડૂતોની વિરુદ્ધ પ્રશાસન દ્વારા ગુનાહિત મામલા નોંધવામાં આવ્યા હતા. તે મામલાને ખતમ કરવાની માંગને લઈને સોમવારે ખેડૂત વરિષ્ઠ પોલીસ અધિકારીના નિવાસ પર ધરણા કરવાની તૈયારીમાં છે.
જોકે, ખેડૂતોનું કહેવુ છે કે 24 મેએ થનારુ પ્રદર્શન શાંતિપૂર્ણ રહેશે. પરંતુ જો પોલીસ તેમની સાથે જબરજસ્તી કરે છે તો તે આકરા પગલા ભરી શકે છે. જેવો વ્યવહાર પ્રશાસન તરફથી કરવામાં આવશે અમે પણ તેવો જ કરીશું. ભારતીય કિસાન યુનિયનના નેતા આઝાદ પાલવાએ મીડિયાને કહ્યુ કે, ખેડૂતોની સાથે વાતચીત થઈ હતી તે સમજૂતી બાદ પણ પ્રશાસનના વિભિન્ન કલમો હેઠળ ખેડૂતો પર કેસ દાખલ કરવામાં આવ્યા છે.
બીજી બાજુ દેશના 12 પ્રમુખ વિપક્ષી દળોએ કેન્દ્રના કૃષિ કાયદાની વિરુદ્ધ દિલ્હીની બોર્ડર પર જારી ખેડૂત આંદોલનને 6 મહિના પુરા થવાના પ્રસંગે 26 મેએ સંયુક્ત ખેડૂત મોર્ચા દ્વારા આહૂત દેશવ્યાપી પ્રદર્શન કરવા પોતાનું સમર્થન આપવાની જાહેરાત કરવામાં આવી છે. એક સંયુક્ત નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે.
26 मई को आंदोलन के 6 माह पूरे होने पर देश भर के किसान मनाएंगे काला दिवस#FarmersProtest @ANINewsUP @Kisanektamorcha @PTI_News @aajtak @news24tvchannel @ndtv @ravishndtv @thewire_in @newsclickin @QuintHindi @TheQuint @HansrajMeena @OfficialBKU pic.twitter.com/qFNfHGxZdV
— Rakesh Tikait (@RakeshTikaitBKU) May 22, 2021
ખેડૂત આંદોલનને 6 મહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે ત્યારે આ અવસરે ખેડૂત સંગઠનોએ 26મેના રોજ દેશવ્યાપી પ્રદર્શની જાહેરાત કરી છે. તેમાં 12 પ્રમુખ વિપક્ષી દળોએ સમર્થન કર્યું છે. આ સાથે આ દિવસે તેઓ કાળો દિવસ મનાવશે અને કાળા ઝંડા લહેરાવશે.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતેએ કહ્યું કે, જ્યારે સરકાર વાત કરવા ઇચ્છશે ત્યારે સંયુક્ત કિસાન મોર્ચા વાત કરશે. તેઓએ કહ્યું કે વાતચીતને માટે નવા કૃષિ કાયદાને પરત લેવાની વાત હોવી જોઈએ. સરકાર પહેલા પણ કોઈ કિંમતે આ કાયદા પરત ન લેવાનું કહી ચૂકી છે અને કાયદાને સતત ખેડૂતોના હિતમાં ગણાવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.