સુરતમાં માથાભારે તત્વોનો આંતક, મહિલા પર કર્યો હુમલો, કારના કાચ તોડીને ભાગ્યા- જુઓ લાઇવ વિડીઓ

સમગ્ર ગુજરાતમાં દિવસેને દિવસે લુખ્ખા તત્વોનો આંતક સતત વધી રહ્યો છે. આ લુખ્ખા તત્વો પોતાનું નામ બનાવવા માટે લોકોમાં ડરનો માહોલ સર્જે છે અને લોકોને મારીને પોતાની દાદાગીરી બતાવતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના સુરતના સચિન વિસ્તારમાંથી સામે આવી છે. જાણીએ શું છે સમગ્ર ઘટના…

સુરતના સચિન વિસ્તારમાં અસામાજિક તત્વોનો આંતક ખુબ જ વધી ગયો હોય તેવું લાગી રહ્યું છે. સચિન વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ એકમમાં કેટલાકે માથા ભારે લુખ્ખા તત્વોએ જાહેર સ્થળે જ એક મહિલા ઉપર હુમલો કર્યો હતો અને મહિલાની કારમાં પણ તોડફોડ કરી ત્યાંથી ભાગી છુટ્યા હતા. આ લુખ્ખા તત્વોની દાદાગીરીનો વિડીઓ હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સચિન વિસ્તારમાં એક પરિવારના લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. ત્યારે ૧૦ થી ૧૫ જેટલા લુખ્ખા તત્વો દારૂના નશામાં આ લગ્ન સમારોહના સ્થળ પર પહોચીને ત્યાં પડેલી કેટલીક ગાડીઓમાં ભારે તોડફોડ કરી નુકસાન પહોચાડ્યું હતું.

આ લુખ્ખા તત્વોએ લગ્ન સમારોહમાં આવેલ એક મહિલા સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. જેને લઈને લુખ્ખા તત્વોએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ પેદા કર્યો હતો. આ જોતા એવું લાગી રહ્યું છે કે જાણે અસામાજિક તત્વોને ખાખીનો કઈ ડર જ ન હોય. અસામાજિક તત્વોએ મચાવેલ આંતકનો વિડીઓ મોટા પ્રમાણમાં વાયરલ થઇ રહ્યો છે જે વિડીઓ હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

વીડીઓમાં તમને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અસામાજિક તત્વો ટોળાના સ્વરૂપે મહિલાને ટાર્ગેટ કરે છે અને તે મહિલા પર હુમલો કરે છે. ત્યાર બાદ તે ત્યાંથી ભાગી છુટે છે. સાથે આ તત્વો મોટરકારમાં પણ તોડફોડ કરીને જતા રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *