રસોડામાં રહેલા આ મસાલાઓ સ્વાસ્થ્ય માટે છે ખુબ જ ઉપયોગી, એક-બે નહિ અધધ… આટલા બધા છે ફાયદા

અજમો ઘર ગથ્થુ ઔષધિ તરીકે પ્રસિદ્ધ છે. ભારતમાં તેનો પ્રાચીન કાલથી ઉપયોગ થતો આવ્યો છે. અજમાના બી માંથી તેલ નીકળે છે. તેના બી માંથી પાંચ ટકા તેલ હોઈ છે. તેલને થીજ્વીને ઘન બનાવાય છે. તેને ‘અજમાના ફુલ’ કહે છે. અજમા કરતા તેનું તેલ અને ફુલ વધારે ઉગ્ર હોઈ છે. અજમો પાચન કરનાર,રૂચી ઉત્પન કરનાર, ગરમ તીખો, હલકો,અગ્નિ ને પ્રદીપ્ત કરનાર છે. એ કફ પેટનો આફરો,ગોળો,બરોળ અને કૃમિને મટાડનાર છે. કોલેરામાં પણ તેને લીલા પણ નો રસ ખુબજ ઉપયોગી છે. અજમાના પાનનો ૨-૩ તોલા રસ દર ૨ કલાકે દર્દી ને પી દેવામાં આવ તો તરત જ રોગ કાબુમાં આવી જી છે.

અજમો સડો અટકાવનાર તમામ ઔષધિમાં શ્રેષ્ઠ છે. અજમો ચામડી કે વર્ણ ફરતી ચારે બાજુની ચામડીને નુકશાન કરતો નથી. તેનાથી માત્ર સડો કે દુર્ગંધ ઓછી થાય છે.તેથી જ અજમાને પાણી માં ઉકાળી, એ પાણીથી ઘા,વર્ણ, તાડીવર્ણ, વગેરે ધોવાય છે. વાયુ ની અસમાનતાને કરને પેદા થયેલા કોઈ પણ વિકારમાં અજમાનો ઉપયોગ છૂટથી કરવો જોઈએ. આથી જ અજમાને પ્રવાસમાં સાથે રાખવાની ભલામણ કરવામાં આવે છે. સુવાવડી સ્ત્રીઓ માટે અજમો ઉત્તમ ઔષધિ છે. સુવાવડ ને કરને થતી અસહ્ય કમરની પીડા અજમાના સેવન થી દુર થાય છે. ગર્ભાશયની શુધ્ધિ થાય છે.અજમાની પોટલી યોનિમાર્ગમાં રાખવાથી અથવા અજમાની ધુમાડી આપવાથી ગર્ભાશયમાના જંતુઓનો નાશ થાય છે. તેના સેવન થી પ્રસુતા સ્ત્રીની પાચનશક્તિ બળવાન બને છે.ધાવણ વધારે પેદા થાય છે.

અજમાના પ્રયોગો : 

1. ત્વ્ચારોગમાં અજમાને ગોળ સરખે ભાગે ભેગા કરીને ચાવી જાઓ આ પ્રમાણે રોજ સવારમાં નરણે કોઠે અને રાતે સુતી વખતે ચાવવાનું રાખો.

2. એક તોલા અજમાને એક કપ પાણીમાં રાતે પળાલી રાખો. આ પાણીને ગરમ કરીને પીઓ. આથી કફ છૂટવામાં મદદ કરશે.

3. અજમો ૫૦૦ ગ્રામ, મરી ૨૫ ગ્રામ, હળદર ૧૦ ગ્રામ, મીઠું ૧૦ ગ્રામ, સુંઠ ૨૫ ગ્રામ લો. અજમા સિવાયની બાકીની ચીજો ને ખાંડી ને મિક્ષ કરો. તેમાં સાધારણ પાણી નાખો અને તે બધુજ અજમા સાથે ભેળવીને તાપમાં સુકાવા મૂકી દો. બરાબર સુકાય જાય પછી અજમાને શેકી લો. આનો ઉપયોગ અપચન, પેટનો આફરો, અરુચીઓ, પેટ નું શુળ ટાઢિયો તાવ, બેચેની વગેરેમાં કરો.

4. જયારે સખ્ત શરદી થઈ હોઈ ત્યારે લોઢીમાં અજમો નાખી, શેકી તેને સુતરાવ કાપડમાં લઈ પોટલી બનાવી છાતી પર શેક લો. જેનાથી તરતજ કફ છુટો પડી જશે. આ જ કારણ થી શરદી થયેલ નાના બાળકોના ગળે અજમાની પોટલી બાંઘવામાં આવે છે.

5. અજમો પાનમાં નાખી ને ચાવી શકાઈ છે.

6. ઉલટી થયા પછી અજમો અવશ્ય ચાવો.

7. અજમાની સામાન્ય માત્રા ૫ થી ૧૦ ગ્રામ છે.

8. અજમો જેમ બને તેમ નવો જ લો. કેમ કે અજમો જુનો થતા તેલ ઉડી જાય છે. અજમાના મુખ્ય ગુણ તો તેલ ની અંદર રહેલા હોઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *