ભાવનગર નજીક સિહોર પાસે આવેલા પ્રસિદ્ધ રાજપરા ખોડીયાર માતાજીના મંદિર પાસેના ખોડીયાર તળાવમાં એક માતાએ પોતાનાં બંન્ને કુમળીવયના સંતાનોને પાણીમાં ડુબાડીને મોતને ઘાટ ઉતારી દેતાહોબાળો મચી જવા પામ્યો છે. જોકે, ખુદ જનેતાએ પણ કયા કારણથી આ પગલું ભર્યું તે અંગેની તપાસ પોલીસ દ્વારા શરુ કરવામાં આવી છે.
સિહોર પોલીસ સ્ટેશનમાં અજયભાઇ જેન્તીભાઇ મકવાણા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેઓ ભાડાના મકાનમાં પોપટભાઇની વાડી રેલવે સ્ટેશન પાછળ રહે છે. તેઓ હીરાના કારખાનામાં કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. 12 વર્ષ પહેલા તેમના લગ્ન બોટાદમાં થયા હતા. તેમને 9 વર્ષની દિકરી દ્રષ્ટી તેમજ 6 વર્ષનો પુત્ર ધાર્મિક હતો. તેમણે જણાવ્યું કે, સવારે કામે જતા નિકળ્યો ત્યારે મારી પત્ની તથા બાળકો ઘરે જ હતા.
આ દરમિયાન, સાંજે ચાર વાગ્યે મારી પત્નીએ મને ફોન કરીને જણાવ્યુ કે, બંન્ને બાળકોને લઇ રાજપરા ખોડિયાર મંદિર આવી છું. તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં પત્નીના ફોનમાંથી મિસકોલ આવ્યો હતો. મે ફોન કરતા કોઇ ભાઇએ ફોન ઉપાડ્યો અને તેમણે કહ્યું કે, મંદિરનાં તળાવ પાસે આવી જાઓ. તમારી પત્નીએ બંન્ને બાળકોને પાણીમાં ડુબાડી દીધા છે.
આ ઘટનાના પગલે શહેરમાં હોબાળો મચી ગયો છે. ત્યાં જઈને જોયું તો પત્ની સુનિતા તળાવની ધારે બેઠી હતી. અજય ભાઇએ જણાવ્યું કે, છેલ્લા સાતેક મહિનાથી મારે અને મારી પત્નીને નાની-નાની વાતમાં ઘરકંકાસ થયો હતો. જેના કારણે મારી પત્નીએ બંન્ને બાળકોને તળાવમાં ડુબાડ્યા હોય તેવી શક્યતા છે. તેમણે પોતાની પત્ની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અપીલ કરી છે. આ અંગે સિહોર પોલીસ દ્વારા આઇપીસી 302 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.