હાલોલમાંથી એક ખુબ જ ભયાનક ઘટના સામે આવી છે. જેમાં પાવાગઢ રોડ પર ધાબાડુંગરી નવાડ ગામે ચાલુ વરસાદમાં ખેતરની દીવાલ શ્રમજીવી પરિવારના ઘર પર પડતાં માતા તથા પુત્ર મોત નીપજ્યું હતું. આ ઉપરાંત નવ માસની બાળકીનો આબાદ બચાવ થયો હતો.
જાણવા મળ્યું છે કે, હાલોલના નવાડગમે વરસાદ ચાલુ હતો તે દરમિયાન ખેતરની દીવાલ આ શ્રમજીવી પરિવારના ઘર પર પડી હતી. આ ઘરમાં માતા, પુત્ર, પુત્રવધુ અને એક 9 મહિનાની બાળકી રેતા હતા. જેમાંથી માતા કાંતાબેન રાઠવા તેમજ પુત્ર કાંતાબેન રાઠવા મૃત્ય પામ્યા હતા અને 9 માસની બાળકી અને પુત્રવધુનો બચાવ થયો હતો.
આ ઘટનામાં પોલીસ દ્વારા અકસ્માત મોતની ઘટનાની નોંધ કરી એફએસએલની મદદ લઇ તપાસ હાથ ધરવામાં આવી હતી. ઘરના બંને મોભીના મોત નિપજતાં પુત્રવધૂ ગાયત્રી અને નવ માસની મયુરી નોંધારા બન્યા હતા. ઘટનાની જાણ હાલોલના ધારાસભ્ય અને રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારને થતાં તાલુકા પ્રમુખ, ટીડીઓ વગેરેએ ઘટના સ્થળે પહોચ્યા હતા.
આ ઉપરાંત, સરકાર તરફથી મળતી સહાય અપાવવા તાલુકા ટીડીઓ તથા તલાટીને સૂચનો કરવામાં આવ્યા હતા. પરિવાર દ્વારા મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી કે, ખેતરવાળાને દીવાલ બનાવવા ના કહ્યું હતું તેમ છતાં ધાકધમકી આપીને રાતોરાત દીવાલ બનાવી હતી. જેથી વરસાદને કારણે તે પડતા માતા અને પુત્રનું મોત નીપજ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.