છોકરો હોય કે છોકરી, નાના હોઈ કે મોટો, બધાને ડાયમંડની ચમક ગમે છે. તમને ખબર જ હશે કે, હીરાનો નાનો માં નાનો ટુકડો પણ ખૂબ જ મોંઘો હોઈ છે. પરંતુ શું તમે વિશ્વના સૌથી સુંદર હીરા વિશે જાણો છો? દુનિયાનો સૌથી સુંદર અને દુર્લભ હીરા પર્પલ-પિંક ડાયમંડ છે, જેને રેર સાકુરા ડાયમંડ તરીકે ઓળખવામાં પણ આવે છે. તાજેતરમાં, આ હીરાની હરાજી કરવામાં આવી છે
પર્પલ-પિંક ડાયમંડ હીરો ખુબ જ ફેન્સી છે
સાકુરા ડાયમંડ ઇતિહાસમાં સૌથી મોંઘા વેચનાર પર્પલ-પિંક ડાયમંડ બની ગયો છે. હોંગકોંગમાં 23 મી મેના રોજ તેની હરાજી કરવામાં આવી હતી. ગુલાબી હીરાનું વજનના 10 ટકા કરતા પણ ઓછા કેરેટના પાંચમા ભાગથી વધુ હોવાનું નોંધાયું છે. આ ફેન્સી પર્પલ પિંક ડાયમંડ 15.81 કેરેટનો છે. પર્પલ-પિંક હીરાનું કદ સૌથી મોટું છે.
આ હીરાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા
29.3 મિલિયન ડોલર એટલે કે લગભગ 218 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવેલ સાકુરા ડાયમંડ, અત્યાર સુધીનો સૌથી મોંઘો પર્પલ પિંક ડાયમંડ બની ગયો છે. તેનું વજન અને ભાવને કારણે, તેને બધા જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. ક્રિસ્ટી નામની સંસ્થા દ્વારા આ હીરાની હરાજી કરવામાં આવી હતી. પર્પલ અને પિંક રંગને કારણે આ ડાયમંડ એકદમ ફેન્સી છે.
ગયા વર્ષ કરતા ભાવ વધારો
આ ડાયમંડને પ્લેટિનયમ અને ગોલ્ડ ની રિંગ માં ફીટ કરવાનો નિર્ણય લીધો છે. હરાજી દરમિયાન, આ હીરો દરેક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હતું. એક અહેવાલ મુજબ, આની પહેલા ગયા વર્ષે 196 કરોડ રૂપિયામાં 14.8 કેરેટ નો પર્પલ-પિંક ડાયમંડ ‘ધ સ્પિરિટ ઓફ રોઝ’ ની હરાજી થઈ હતી. તે એશિયાના એક ગ્રાહકે ખરીદ્યો હતો. જોકે, ખરીદનાર વિશે વધુ માહિતી શેર કરવામાં આવી નથી.