પૂર્વ કોર્પોરેટરના એકના એક દીકરાનું માર્ગ અકસ્માતમાં મોત, વ્હાલસોયાની અણધારી વિદાયથી પરિવારમાં શોકનો માહોલ

દિવસેને દિવસે અકસ્માતના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. મોટા ભાગના લોકો માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવતા હોય છે. આ દરમિયાન પાટણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરના એકના એક પુત્રનું ગઇકાલે સાંજના સમયે ઊંઝા હાઇવે પર આવેલા હાસાપુર-ડુંગરીપુરા માર્ગ પર અકસ્માત સર્જાતા મોત નીપજ્યું છે. આ અંગે મૃતકના પિતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, પાટણ નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને અંબાજી નેળીયા વિસ્તારમાં રહેતા જસીબેન સીતારામ ભાઈ પટેલનો 25 વર્ષીય પુત્ર વિશ્વ પટેલ ગઇકાલે સાંજે સ્વીફ્ટ ડિઝાયર ગાડી (નં G-J-24-K-3996)લઈને ઊંઝા હાઇવે પર આવેલા હાસાપુર-ડુંગરીપુરા માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો.

આ દરમિયાન તેને કોઈ અગમ્ય કારણોસર ગાડીના સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. અને ગાડી રોડ સાઈડ આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાતા ગંભીર ઈજાઓના કારણે વિશ્વ પટેલનું મોત નીપજ્યું હતું. મૃતક વિશ્વ પટેલ બે બહેનોનો એકનો એક ભાઇ હોવાનું પણ સામે આવ્યું છે.

ઘટનાને પગલે હાઇવે પરથી પસાર થતાં વાહન ચાલકો તેમજ ખેતરોમાં કામ કરતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ ઉપરાંત મૃતકના પરિવારજનોને અકસ્માતની જાણ કરતા તે પણ ધટના સ્થળે દોડી આવતાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતની ઘટના અંગે મૃતકનાં પિતા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, મૃતક 25 વર્ષીય વિશ્વ પટેલ કોર્પોરેટરનો એકનો એક પુત્ર હતો. આ ગોઝારા અકસ્માતમાં બે બહેનોએ તેમનો એકનો એક ભાઇ ગુમાવ્યો છે. ઉપરાંત મૃતક વિશ્વ પટેલ એક પાટીદાર એકતા સમિતિનો સક્રિય સભ્ય હતો. ડિપ્લોમા કરી પોતાના ઘરની આગળ કારીયાણાની દુકાન બેસતો હતો. કોરોના મહામારીમાં પાટીદાર એકતા સમિતિ દ્વારા 15 દિવસ માટે શરૂ કરવામાં આવેલ હોસ્પિટલમાં મોસંબી જ્યુસ વિતરણમાં પણ સક્રિય હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *