સુરતમાં દિનદહાડે મહિલાના ગળામાંથી ચેઈન લૂટીને ભાગતા બે શખ્સો રંગે હાથ ઝડપાયા, જુઓ CCTV વિડીઓ

સુરતમાં અવારનવાર અસામાજિક તત્વો પોતાની મનમાની ને કારણે લોકો માં લૂંટ ચલાવે છે. તમે વારંવાર સાંભળતા હશો અથવા કે કોઈ માધ્યમ દ્વારા તમે જોતા હશો કે કે આ જગ્યા પર અજાણ્યો શખ્સ મહિલાના ગળામાં રહેલ ચેઇન લઈને ફરાર થઈ ગયો હોય.

ત્યાંરે આવી જ એક ઘટના સુરતના વેસુ વિસ્તારમાં બની છે. સુરતના વેસુ વિસ્તારમાં દિનદહાડે એક મહિલાના ગળામાંથી ચેઇન લઈને ભાગવાની કોશિશ કરી હતી. આ સમગ્ર ઘટના વેસુ રોડ પર આવેલ કેપિટલ લાઇફ પાસે બની હતી.

તમે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકો છો કે ચેઇન સ્નેચર કેવી રીતે દિન દહાડે જ બેફામ બની રહ્યા છે. મહિલાના ગળામાં રહેલ ચેઇન તોડવા જતા ચેઇન સ્નેચર રોડ પર નીચે પટકાયો હતો.

મહિલાની સતર્કતા અને રાહદારીઓ ને લીધે આં ચેઇન સ્નેચર ને પકડવામાં સફળતા મળી હતી. ત્યારબાદ રાહદારીઓએ આ સ્નેચર ને પોલીસ હવાલે કર્યો હતો. મહિલાને ઇજા પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, આ ચેઇન સ્નેચરોની છ ચોરોની ટુકડી માંથી બે ચોર ઝડપાયા છે.આ ચોરોની ગેંગ ચાર દિવસથી વહેલી સવારે જ સિટી લાઇટ કેનાલ કોરિડોર અને જોગર્સ પાર્ક પર લોકોના મોબાઈલ લૂંટી રહી છે. જેને કારણે રોજ ચેઇન અને મોબાઈલ સ્નેચિંગ ની ફરિયાદો પોલીસના ચોપડે નોંધાઈ રહી છે.

ત્યારે સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે શું આ આરોપીઓની સુરત પોલીસ દ્વારા કડક તપાસ થશે તે જામીન પર છોડી મુકવામાં આવશે? શું આ સ્નેચરોને સુરત પોલીસ થી ડર નથી લાગી રહ્યો? જો સુરત પોલીસ દ્વારા કડકાઈથી વધુ તપાસ કરવામાં આવે તો અન્ય ગુનાઓના ભેદ ઉકેલાઇ શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *