હાલમાં સુરતમાંથી એક ખુબ જ ભયંક ઘટના સામે આવી છે. જેમાં મગદલ્લામાં અઢી વર્ષી બાળકી 6 ફૂટ ઊંચાઈ પરથી એક અન્ડર ગ્રાઉન્ડ પાણીની તાકીમાં પડી ગઈ હતી. આ બાળકી 10 કલાક સુધી અંધારામાં ટાંકીમાં જ પડી રહી હતી. આ દરમિયાન સવારે રડવાનો અવાજ સાંભળી પોલીસ અને સ્થાનિકોએ બાળકીને સહી સલામત શોધી હતી.
જાણવા મળ્યું છે કે, મૂળ બિહારના યુવકની બાળકી ગુમ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પીઆઈ અંકિત સોમૈયાએ ટીમો બનાવીને રાત્રે 10 વાગ્યાથી બાળકીની શોધખોળ શરુ કરી હતી. બાળકી સવારે 5:30 વાગ્યે પાણીની ખાલી ટાંકીમાં સહી સલામત મળી આવી હતી. ત્યારબાદ તેને સારવાર અર્થે સિવિલ ખસેડવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, બાળકીને શોધવા માટે ડુમસ પોલીસ દ્વારા યુવકોની મદદથી મગદલ્લા બંદર વિસ્તારની 300 ખોલીઓ ચેક કરવામાં આવી હતી. આ ઉપરાંત એક ટીમે સીસીટીવી ચેક કર્યા તો બીજી ટીમ દ્વારા ટોર્ચ લઈને આજુબાજુના વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવી હતી.
આ દરમિયાન જાણવા મળ્યું કે, બાળકી ઘર પાસે રમતી હતી ત્યારે રસ્તો ક્રોસ કરી સામેના છેડે 100 ફૂટના અંતરે એક બિલ્ડીંગ પાસે પહોચી હતી. આ બિલ્ડીંગમાં અડધી ખુલ્લી અન્ડર ગ્રાઉન્ડ ટાંકી હતી. આ દરમિયાન બાળકી અન્ડર ડોકિયું કરવા જતા 6 ફૂટ ઊંડી ટાંકીમાં પડી ગઈ હતી. જાણવા મળ્યું છે કે, બાળકી લગભગ સતત 10 કલાક સુધી ટાંકીમાં પડી રહી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.