એવું કહેવામાં આવે છે કે, જેને નસીબ સાથ આપે છે તેને દુનિયાની કોઈ પણ તાકત રોકી નથી શકતી. જોકે, આજના સમયમાં નસીબ અને ભાગ્યમાં ઘણા ઓછા લોકો વિશ્વાસ કરે છે. પરંતુ સાડા સાત અબજની વસ્તીવાળી આ દુનિયામાં આવા ઘણાં ઉદાહરણો છે કે, જેને જાણીને તમે એકદમ સ્તબ્ધ થઇ જશે. કહેવાય છે ને કે, અમુક લોકો ભાગ્યને સાથે લઈને જ નીચે આવે છે… આવા જ એક વ્યક્તિની વાત આપણે કરવાના છીએ. આ વ્યક્તિને દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વ્યક્તિ જેટલો બદનસીબ છે એટલો જ ભાગ્યશાળી પણ છે. તો આવો જાણીએ દુનિયાના સૌથી બદનસીબ અને ભાગ્યશાળી વ્યક્તિ વિષે…
આ વ્યક્તિનું નામ ફ્રાને સેલક (Frane Selak) છે, તે ક્રોએશિયન નાગરિક અને સંગીતના શિક્ષક છે. તેમના જીવનકાળ દરમિયાન, 14 જૂન 1929 ના રોજ જન્મેલા, સેલ્ક ઘણી વખત ભયંકર પરિસ્થિતિઓથી ઘેરાયેલા હતા, પરંતુ તે હંમેશાં કોઈ પણ પરીસ્થિતિ માંથી છટકી જવામાં સફળ રહ્યા છે. તેમની મુશ્કેલીઓની શરૂઆત 1962 માં શરૂ થઈ હતી. જાન્યુઆરીનો મહિનો હતો, જ્યારે તે ટ્રેનમાં એક જગ્યાએ થી બીજી જગ્યાએ જઈ રહ્યો હતો. તે દરમિયાન શિયાળાનો સમય હોવાથી અચાનક ટ્રેનની લાઇનમાં ખામી સર્જાઈ હતી અને ટ્રેન બર્ફીલી નદીમાં જઈને પડી હતી. આ અક્સ્માતમાં દરેક લોકો મોતને ભેટ્યા હતા પરંતુ આ એક વ્યક્તિ બચી ગયો હતો.
પછીના વર્ષે, એટલે કે 1963 માં ફ્રેનને માલુમ પડ્યું કે તેની માતા બીમાર છે. એટલે ફ્રેન તરત જ તેની માતાને મળવા ફ્લાઈટ દ્વારા રિજેકા રવાના થયો. આ તેની પહેલી જ હવાઈયાત્રા હતી. અધવચ્ચે જ ટ્રેનના બંને એન્જીન બંધ થઇ ગયા હતા. ચારેબાજુ પલેનમાં ચકચાર મચી ગઈ હતી અને ત્યારબાદ આ પ્લેન પણ ક્રેસ થયું હતું. આ પ્લેન ક્રેસમાં 19 લોકોના મોત થયા હતા પરંતુ આ એક વ્યક્તિ બચી ગયો હતો. આ ઘટના બાદ ફ્રેન ક્યારેય પ્લેનમાં બેઠા નથી.
વિમાન દુર્ઘટનાના ત્રણ વર્ષ બાદ, 1966માં, ફ્રેન એક બસની મુસાફરી કરી રહ્યા હતા. અહિયાં પણ બસ રોડ પર સ્લીપ મારી જતા નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા પરંતુ ફ્રેનનો વાળ પણ વાંકો નહોતો થયો. પહેલા પ્લેન અને હવે બસ. એટલે ફ્રેને નક્કી કર્યું કે, હવે હું મારી કારમાં જ મુસાફરી કરીશ. પરંતુ આ વ્યક્તિની હાલત તારક મહેતાના જેઠાલાલ જેવી જ છે, એક પ્રોબેલ્મ પૂરી થાય ત્યાં બીજી આવીને ઉભી રહી જાય. બસ અક્સ્માતના ચાર વર્ષ બાદ એટલે કે, 1970માં તેઓ એક કારમાં સવાર હતા અને અચાનક આખી કારમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લગતા જ ફ્રેન આ ગાડી માંથી કુદી ગયો હતો. જો તેણે એકથી બે સેકેન્ડ મોડું કર્યું હોત તો, આજે તેના ફોટા પર હારમાળા ચડેલી હોત. કારણ કે, તે જયારે કારમાંથી કુદયો તેની એકથી બે સેકેંડ પછી જ કારમાં મોટો વિસ્ફોટ થયો હતો.
1970 માં થયેલા જીવલેણ કાર અકસ્માતના ત્રણ વર્ષ પછી 1973માં, ફ્રેન સાથે બીજો એક કાર અકસ્માત થયો હતો. તેની કારનું ફ્યુઅલ પમ્પ તૂટી પડ્યું હતું, જેના કારણે એંજિનમાં આગ લાગી હતી અને કારમાં ગણતરીની સેકેન્ડમાં આગ ફેલાઈ ગઈ હતી. પરંતુ આ અકસ્માતમાં ફ્રેન સંપૂર્ણ રીતે દાઝી ગયા હતા. દાઝી ગયા હોવા છતાં તેણે મોતને સતત પાંચમી વખત હરાવી હતી. આ ઘટનાથી લઈને 25 વર્ષ સુધી ફ્રેનને કોઈ અકસ્માત નડ્યો નહોતો પરંતુ 1995માં ફ્રેનને મોતનો સામનો કરવો પડ્યો હતો. અક્સ્માતને હસતા મુખે સ્વીકારતા ફ્રેન રસ્તા પર શાંતિથી ચાલી રહ્યા હતા અને અચાનક એક બસે પુરપાટ ઝડપે ટક્કર મારી હતી. બસ ભારે સ્પીડમાં હોવા છતાં તેને સામાન્ય ઈજાઓ થઇ હતી અને તેનો ફરીએકવાર જીવ બચી ગયો હતો.
1995ની ઘટનાના એક જ વર્ષ પછી એટલે કે, 1996 ફરીએકવાર ફ્રેને મોતનો સામનો કર્યો હતો. ફ્રેન પર્વતીય વિસ્તારમાં ડ્રાઈવીંગ કરી રહ્યા હતા અને સામેથી અચાનક ટ્રક આવ્યો હતો. ગમેતેમ કરીને ફ્રેન આ ટ્રકથી તો બચી ગયા હતા પરંતુ તેની કાર રેલીંગ સાથે અથડાઈને 300 ફૂટ ઊંડી ખીણમાં જઈને પડી હતી. આ ઘટનામાં ફ્રેન ફિલ્મીઢબે હીરોની જેમ કારમાંથી કુદી ઝાડ ઉપર આવી ગયા હતા અને કારના કુરચે કુરચા બોલી ગયા હતા. આ અક્સ્માત ફ્રેનના જીવનનો છેલ્લો અકસ્માત હતો. આ પછી ફ્રેનના જીવનમાં કોઈ તકલીફો આવી નથી.
સાત સાત વાર મોતના મુખ માંથી બહાર આવનાર ફ્રેનના જીવનમાં વર્ષ 2003માં ખુશીઓની સુનામી આવી હતી. ફ્રેન એક લોટરીમાં 11,10,000 ડોલર જીત્યો હતો. 11,10,000 ડોલર એટલે 8,32,50,000( 8 કરોડ 32 લાખ 50 હજાર ) રૂપિયા છે. આ પૈસાથી તેણે બે આલીશાન ઘર અને એક બોટ ખરીદી હતી. વર્ષ 2010માં ફ્રેને નિર્ણય કર્યો કે, તે સાદી અને સરળ જિંદગી જીવશે. અને તેની બધી જ સંપતી તેના ઓળખીતા અને મિત્રોને આપી દીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.