ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂ બંધી છે અને અહીંયા દારૂના વેચાણ પર પણ પ્રતિબંધ છે. તેમ છતાં અહી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત દારૂના વેપારનું સૌથી મોટું હબ કહેવામાં આવે છે. આ દરમિયાન સુરતમાં જાહેરમાં દારૂનું વેચાણ થતું હોવાની અનેક ફરિયાદો સામે આવી રહી છે.
તાજેતરમાં જ સુરતના લીબાયત અને ડિંડોલીમાં જાહેરમાં શાકભાજી માર્કેટની જેમ દારૂનું વેચાણ થતું હોવાની સાથે સુરતના પાંડેસરા અને ઉધના વિસ્તારમાં મોપેડમાં બૂટલેગર દારૂ લઈએ જતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં દારૂના ખાનગી વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં જાહેરમાં દારૂનું વેચાણ થતું હોવાની સતત ફરિયાદ સામે આવે છે.
પોલીસ દ્વારા આવા બૂટલેગરોને જાણે પરવાનગી આપી દેવામાં આવી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન સુરત પોલીસ દારૂનું ગેરકાયદેસર વેચાણ ન થતું હોવાનું કહેતા હોય છે. ત્યારે સુરતના લીંબાયત વિસ્તારમાં જાહેરમાં અને તેમાં પણ શાકભાજી માર્કેટમાં ખુલ્લેઆમ શાકભાજીની જેમ જાહેરમાં દારૂનાં વેચાણનો વીડિયો વાઇરલ થતા આ અંગે જાગૃત નાગરિક દ્વારા વીડિયો સાથે લેખિતમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
એકબાજુ જયારે કોરોનાને લઈને રાત્રે કર્ફ્યું જાહેર કરવામાં આવેલ છે. ત્યારે લોકો રાત્રી કર્ફ્યુંનું પાલન કરતા હોય છે, પરંતુ, અહીંયા રાત્રી કર્ફયૂ વચ્ચે જાહેરમાં દારૂનાં વેચાણનો વીડિયો વાયરલ થતા પોલીસ દ્વારા તેની સામે કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. સતત આ વિસ્તારમાં જાહેરમાં દારૂના વેચાણને લઈને પોલીસ અનેક વખત વિવાદમાં આવી હોવાનું સામે આવ્યું છે.
આ ઉપરાંત જો રસ્તા પર પસાર થતા લોકોએ માસ્ક ન પહેરેલું હોય કે હેલ્મેટ ન પહેરે તો પોલીસ દ્વારા દંડ કરવામાં આવતો હોય છે. ટ્રાફિકમાં અનેક વાહનો વચ્ચે પણ અહીંયા મુખ્ય માર્ગ અને તેમાં પણ પાંડેસરા અને ઉધના પોલીસ વિસ્તારમાં બુટલેગર જાહેરમાં મોપેડ પર દારૂના એક બે નહિ પણ પાંચ કરતા વધારે પોટલાં લઇને જતા હોય છે અને આવા લોકો કાયદાના ખુલ્લેઆમ લીરે લીરા ઉડાડતા હોય છે. આ દરમિયાન આજે સુરતના લિંબાયત, ઉઘના, પાંડેસરા અને ડીંડોલીના વીડિયોએ સોશિયલ મીડિયામાં ચકચાર મચાવી છે. ત્યારે પોલીસ દ્વારા આ મામલે હવે કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું જ રહ્યું.
View this post on Instagram
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.