આજકાલ અકસ્માતના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે. જેમાં ભાવનગર-તળાજા નેશનલ હાઈવે નં-8/ઈ પર મામસા ઔદ્યોગિક એકમ પાસે એક ઈકો એમ્યુલન્સ તથા કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ કારમાં પાંચ વ્યક્તિઓ મુસાફરી કરી રહ્યા હતા. જેમાંથી એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ ઉપરાંત ચાર ઈજાગ્રસ્તોને સારવાર માટે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, ભાવનગર શહેરનાં એક શખ્સની મારૂતિ ઈકો કાર નં. જી.જે-3 એચ,આર, 5937 મહુવા બાજુથી ભાવનગર શહેર તરફ આવી રહી હતી. આ દરમિયાન મામસા જીઆઈડીસી નજીક ભાવનગર તરફથી આવી રહેલ કાર એમ્બ્યુલન્સ સાથે ધડાકાભેર અથડાતા કારમાં સવાર ત્રણ વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઉપરાંત અન્ય ત્રણ ઈજાગ્રસ્તો ને તત્કાળ સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જાણવા મળ્યું છે કે, તનસા સી.એન.જી પેટ્રોલપંપ પાસે થયેલ અકસ્માતમાં મરણજનાર અશોકભાઈ છગનભાઇ ભરખડા ઉ.વ.40, આ બે પૈકી એક વ્યક્તિની હાલત અત્યંત નાજૂક હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત એમ્યુલન્સનો ચાલક પણ આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયો હતો અને તેને પગનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ અકસ્માતને પગલે થોડા સમય માટે રોડપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ દરમિયાન વરતેજ પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ રોડ ખુલ્લો કરી વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો. આ અંગે વરતેજ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અકસ્માતમાં મૃતક અશોકભાઈ પોતાના પિતાના એકના એક દિકરા હતા. જ્યારે સંતાનમાં તેમને એક દિકરી પાર્થવી અને એક દિકરો નિરવ હોવાનું જાણવા મળ્યું છે. આ બંન્ને બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જ્યારે પિતાએ પોતાનો જવાનજોધ દિકરો ગુમાવતા હોસ્પિટલમાં કરૂણાંતિક દ્રશ્યો સર્જાયા હતા.
આજે સવારે નવ વાગ્યાના સમયે મારા પર અશોકભાઈના ફોન પરથી કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરી અકસ્માત અંગે જાણ કરતા હું ઘટના સ્થળે ગયો અને તેમને ખાનગી એમ્બ્યુલન્સ મારફત સર ટી. હોસ્પિટલમાં લાવ્યા હતા. અહીં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
મામસા નજીક કાર અને અમ્બ્યુલન્સ વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં અશોકભાઈ છગનભાઈ ભરખડા(ઉ.વ.34)નું મોત થતાં આ મામલે મૃતકના મિત્ર મેહુલદાન ઈશ્વરદાન નરેલા દ્વારા એમ્બ્યુલન્સના ચાલક વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેથી પોલીસ દ્વારા એમ્બ્યુલન્સ જીજે-03-એચઆર-5937ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.