નભોમંડળમાં શુક્રવારે વધુ એક ખગોળીય ઘટના સર્જાવા જઇ રહી છે. આવતી કાલે શુક્રવાર ના રોજ ધ ઝીરો શેડો ડેઝ તરીકે ઉજવાશે અને 4 જૂન ના બપોરે 12:49 મિનિટે સૂર્ય માથા પર આવશે અને તેનો પડછાયો બંધ થઈ જશે. જેથી 4 જૂન જીરો શેડો ડે તરીકે રહેશે. ખગોળીય ઘટનાની દ્રષ્ટિએ વર્ષમાં બે વખત સૂર્ય બરાબર માથા ઉપર આવે છે, તે જગ્યા એ અમુક ક્ષણો માટે પડછાયો અદ્ર્શ્ય થઈ જાય છે જેને ઝીરો શેડો ડે તરીકે ઓળખવામાં આવે છે.
આપણી પૃથ્વી સૂર્યની આસપાસ 23.5 ડિગ્રીએ નમીને પ્રદક્ષિણા કરે છે. આથી સૂર્ય તેની વાશક ગતિ દરમિયાન ઉતરાયણની દિશામાં અને દક્ષિણાયન ની દિશામાં ચોક્કસ અંતરે +23.5 કર્કવૃત્ત અને -23.5 મકરવૃત નીચેના ભાગમાં વર્ષમાં બે વખત અમુક સેકન્ડ માટે પડછાયો અદ્રશ્ય થઈ જાય છે.
4 જૂનના રોજ પડછાયો અદ્રશ્ય થતો દેખાશે. સૂર્યનું ડેકલીનેશન અને સ્થળના અશાંસ સરખા હોય અને સૂર્ય લોકલ મેરીડીયન ને ક્રોસ કરે ત્યારે કિરણ બરાબર લંબ રૂપે પડે છે. જામનગરના અંશાશ 22.47 અને રેખાંશ 70.05 – ઇ છે. સ્થાનિક સમયનો તફાવત 49 મિનિટ અને 40 સેકન્ડ નો થાય એટલે જામનગર માં શુક્રવારે 4 જૂને ઝીરો શેડો ડે નો સમય 12.49 કલાક નો રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.