આજકાલ સુરતમાંથી દારૂની હેરાફેરીના કેસ સતત વધી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે, યુવાનો જાણે નશાના રવાડે ચઢી રહ્યા છે. એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે સુરત પોલીસ નશીલા પદાર્થોનું વેચાણ અટકાવવા માટે કામ કરી રહી છે. આ દરમિયાન સુરત SOG દ્વારા અબ્રામા ચેકપોસ્ટ ખાતે બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. ફેશન ડિઝાઇનર નિકીતા ચોડવડીયા, તેના બોયફેન્ડ્રસ જેનીશ ખેની અને ડ્રાઇવર અતુલ સુરેશ પાટીલ સાથે ચરસ લેવા માટે કારમાં હિમાચલ પ્રદેશ ગયા હતા. જેમાં કારમાં સવાર ઈસમને શંકા જતા પૂછપરછ જ કરતા ચરસ સાથે ઝડપાયા હતા.
હિમાચલના રાધેશ્યામ ઠાકુરને 10 લાખ આપી ચરસનો જથ્થો જેનીશ ખેની કારમાં લઈ સુરત આવ્યો હતો. જયારે 2 લાખની રકમ બાકી રાખી હતી. આ ચરસ જીગ્નેશ ઉર્ફે મોન્ટુ ઉર્ફે માસા કિરીટ પટેલ(28)(રહે,સરદાર પેલેસ,ભાઠેના) અને હાર્દિક ઈશ્વર પટેલ(30)(રહે,વરાછા)ને આપવાના હતા.
જાણવા મળ્યું છે કે, આરોપીઓ પાસેથી 4 કિલોથી વધુનો જથ્થો ઝડપી લેવાયો હતો. જેની અંદાજે કિંમત 23 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે. હાલ ત્રણેય આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત એસ.ઓ.જી દ્વારા પ્રાથમિક પૂછપરછમાં કેટલીક ચોંકાવનારી માહિતી પણ સામે આવી રહી છે.
ચરસ હિમાચલ પ્રદેશથી સુરત લાવવામાં આવતી હતી. હિમાચલ પ્રદેશમાં આવેલા મનાલીથી અંદાજે 75 કિલોમીટર દૂર આવેલા કસોલ ખાતેથી ચરસ લાવીને સુરતના યુવાનોને વેચવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. કસોલમાં દેશ-વિદેશથી આવતા યુવાનો ચરસનું સેવન કરતા નજરે પડે છે. જ્યાં મોટી માત્રામાં ચરસની ખપત થતી હોવાની ચર્ચા છે. ઝડપાયેલા ત્રણ આરોપી પૈકી મુખ્ય આરોપી જેનીશ ખેની જેણે BBA સુધીનો અભ્યાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.
આ ઉપરાંત મીની બજાર મેઇન રોડ જેડી રેસ્ટોરન્ટની બાજુના કોમ્પ્લેક્સમાં પોતાની શેર માર્કેટની ઓફિસ ધરાવે છે. અને અન્ય એક મહિલા નિકિતા ઝડપાય છે. જે મોટા વરાછા ખાતે સિવાન હાઇટ્સમાં રહે છે. જાણવા મળ્યું છે કે, તે પોતે ફેશન ડિઝાઈનર છે. અન્ય એક આરોપી ડ્રાઈવર અતુલ પાટીલ ઝડપાયો છે. જે વીઆઈપી સર્કલ મોટા વરાછા ખાતે રહે છે. જે મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના રહેવાસી છે.
સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું કે, અમારી ટીમ દ્વારા સુરત શહેરમાં યુવાનો નશાથી દૂર રહે તે માટે ખાસ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નશીલા પદાર્થો યુવા પેઢીને ખૂબ મોટું નુકસાન પહોંચાડે છે તેથી અમે આવા નશીલા પદાર્થો યુવાનો સુધી ન પહોંચે તેવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં અમને થોડે ઘણે અંશે સફળતા પણ મળી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં પણ આ દિશામાં વધુ કામ કરવા માટે અમે તત્પર છીએ. હાલ ચરસનો જથ્થો ઝડપાયો છે. તે કયા વિસ્તારમાં સૌથી વધુ વેચવામાં આવતો હતો તેમજ જે ઝડપાયા છે અને તેઓ કેટલા સમયથી સુરત શહેરમાં આ ધંધો ચલાવતા હતા તેની પણ ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.